________________ 168 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ બેટાં છે એવી એકમતવાદી વિચારણાને સ્થાને એક સમન્વયકારી વલણ અને વિચારણ અપનાવાની અને વિકસાવવાની જરૂરિયાત છે. ખાસ કરીને ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આવું સમન્વયાત્મક વલણ ખૂબ જરૂરી છે. એવું કેમ ન બને કે આપણને ઉપલબ્ધ બધાં જ અર્થઘટન અને દૃષ્ટિબિંદુઓ કોઈ એક દષ્ટિથી સાચા હોય અને સવિશેષે સમગ્રતયાની દૃષ્ટિથી તાવિક રીતે પ્રત્યેક સાચું હોય ? કોઈ પણ ધર્મની સાચી પ્રતીતિ મેળવવા માટે આવા સમયકારી વલણની જરૂર છે એ વિશે મતભેદ ન હોઈ શકે. ખ્રિસ્તી ધર્મને સમજાવવાને માટે ઉબેરેવેગ અને હેગલે આવું સમન્વયકારી વલણ સ્વીકારતાં સૂચવ્યું છે કે ખ્રિસ્તી ધર્મમાં સામાન્યપણે અસંગત અને વિરોધી લાગતા એવા અનેક વિચારોનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ એમ કરવામાં કોઈપણ વિચારને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું નથી, તેમ જ કેઈપણ વિચારનો અનાદર કે અસ્વીકાર કરવામાં આવ્યું નથી. આ અર્થમાં ખ્રિસ્તી ધર્મ નિત્ય અને અનિત્ય, માનવીય અને દૈવીય, પ્રાકૃતિક અને અલૌકિક, વ્યાપત્ય અને અધ્યાત્વ, સ્નેહી પ્રભુ અને ન્યાયી 5. ખ્રિસ્તધર્મના કેટલાક અગત્યના સિદ્ધાંત : ક, ઈશ્વરભાવના : હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં તાત્ત્વિક સત્તાની વ્યાખ્યા આપી શકાય એમ નથી અથવા તે એને શબ્દબદ્ધ કરી શકાય એમ નથી એમ કહેવાયું છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં એક સગુણ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મના ઈશ્વરની ભાવના ધર્મની ઈશ્વરની ભાવનામાંથી નિષ્પન્ન થઈ છે જિસસ યહૂદી ધર્મની આ પ્રાર્થનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રભુ, અમારા ઈશ્વર એવા પ્રભુ, એક છે. તે પ્રભુ ઉપર, તારા ઈશ્વર ઉપર તું હૃદયથી, આત્માથી અને તારી બધી શક્તિથી પ્રેમભાવ રાખજે.૫ ખ્રિસ્તી ધર્મમાં પણ, યહૂદી ધર્મની જેમ, ઈશ્વરને જગતના સ્વાતંત્ર્ય, નૈતિક નિયામક તરીકે આલેખવામાં આવે છે. નવા કરારમાં ઈશ્વરનું વર્ણન આવા 5 ડૉયટરોનેમી, 6 : 4-5