________________ 167 ખ્રિસ્તી ધર્મ લઈ ધર્મસંધમાં જોડાયા. પરંતુ પિપની સર્વોપરિતા અને કાર્યરીતિ સાથે તેઓ સંમત થઈ શક્યા નહિ અને એથી એમણે એમની સામે વિરોધ કરી એક નવા પંથની સ્થાપના કરી, જે પ્રોટેસ્ટંટ પંથ તરીકે ઓળખાય છે. માર્ટિન લ્યુથરના પ્રયાસોના પરિણામે યુરોપીય જીવનનાં વિવિધ ક્ષેત્રમાં જે કોઈ પરિણામ આવ્યું હોય છે, પરંતુ એને લીધે કેથલિક ધર્મની અંદર તે ખરેખર એક નવું જ ચેતન આવ્યું. પોતાનામાંના વિરોધીઓનો સામને સબળ રીતે જ કરે જોઈએ એમ માની રોમન કેથલિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારનું વેગવંતુ કાર્ય હાથ ધર્યું. પ્રોટેસ્ટંટ પંથની માર્ટિન લ્યુથરે સ્થાપના કર્યા પછી, એ પંથ કેથલિક ધર્મ સંઘથી છૂટ્ટો પડ્યો. પ્રિટેસ્ટંટ પંથે કેથેલિક વિધિઓ, રીતરિવાજો વગેરેને પણ ત્યાગ કર્યો. પ્રોટેરરંટ પંથના સ્થાપક માર્ટિન લ્યુથર છેવટે બ્રહ્મચર્યનું વ્રત છેડી ગૃહસ્થી બન્યા અને સુખી કુટુંબજીવન જીવ્યા. નવા આગંતુકે માટે પ્રોટેસ્ટંટ પંથનું આકર્ષણ બે રીતે હતું જેઓ સુધારાવાદી હતા તેઓને એવી આશા બંધાઈ કે આ પંથ સુધારે લાવશે. કેટલાક જર્મન રાજવીઓ દેવળ અને મઠની મિલક્તના લેભથી પણ આ પંથમાં દાખલ થયા. કાળાનુક્રમે પ્રોટેસ્ટંટ પંથમાં પણ પેટા પંથે પડ્યા. પંચ સ્થાપનાનો આ પ્રયાસ પ્રોટેસ્ટંટ પંથ પૂરતો જ મર્યાદિત ન રહેતા, બીજા વિવિધ પંથેની પણ સ્થાપના થઈ. જેમકે, પિપે ઈંગ્લેંડના રાજા હેનરી આઠમાને છૂટાછેડાની મંજૂરી આપી નહિ. આથી રાજા પોપની સત્તાની સામે થયા અને તેમણે એક નવા ૫થની - એગ્લિકન પંથની સ્થાપના કરી. 4. ખ્રિસ્તી ધર્મનું આધુનિક સ્વરૂપ : કેઈપણ જીવંત ધર્મ હંમેશા ગતિશીલ હોય છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મની જેમ ખ્રિસ્તી ધર્મ પણ પ્રવાહી અને ગતિશીલ સ્વરૂપને છે. તાત્ત્વિક વિચાર અને ધાર્મિક આચારોના વિષયમાં વિકસતા નવીન વિચારો અપનાવવામાં આવે છે. જે કોઈપણ ધર્મને એના સાચા રવરૂપમાં સમજ હોય, જે ધર્મનું હાર્દ અને એનું તત્ત્વદર્શન પામવું હોય તો એ ધર્મને કઈ એક નિશ્ચિત કાળના નિશ્ચિત રવરૂપને કે કોઈ એક ધર્મગ્રંથ કે કોઈ એક વિચારને અનુલક્ષીને એમ કરી શકાય નહિ. એ માટે તે ધર્મને એક સમગ્ર પ્રક્રિયા તરીકે આલેખીને એનું હાર્દ અને તત્ત્વજ્ઞાન સમજવા જોઈએ. ખાસ કરીને ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આ બાબત સવિશેષ મહત્ત્વની બને છે. કોઈ એક દૃષ્ટિબિંદુ કે અર્થઘટન સાચું છે અને બાકીનાં બીજાં બધાં