________________ ખ્રિસ્તી ધર્મ ધર્મ જિસસને “મસીયાહ” તરીકે સ્વીકારે છે. જેમ જૈન ધર્મ અને બૌદ્ધધર્મમાં હિંદુધર્મના અનેક અંશો ઉપલબ્ધ છે, તેમ હિબ્રધર્મમાંથી નીપજેલા ખ્રિસ્તીધર્મમાં પણ એના અનેક અંશો ઉપલબ્ધ છે. પરંતુ જૈનધર્મો અને બૌદ્ધધર્મો હિંદુધર્મનાં શાસ્ત્રો નકાર્યા. એના આદેશને અસ્વીકાર કર્યો, એના ઈશ્વર અને મંદિરને ઇન્કાર કર્યો, ત્યારે ખ્રિસ્તીધર્મે હિબ્રધર્મના સંબંધમાં આવું કંઈ જ ન કર્યું. જિસસની સત્વશીલ દષ્ટિ, એમની માનવને માટેની ઉત્કર્ષની ભાવના. એમના સમગ્ર જીવનમાં વણાયેલ અનુકંપા, હિબ્રધર્મના કોઈપણ સારા તત્ત્વને ઇન્કાર ન કરાવી શકયા. એમણે તે હિબ્રધર્મનાં શાસ્ત્રો રવીકાર્યા, હિબ્રધર્મના પયગંબરે પણ સ્વીકાર્યા અને તેમના આદેશને પિતાના ધર્મમાં સમાવિષ્ટ કર્યા. આ દૃષ્ટિએ વિચારતા સામાન્ય રીતે એમ લાગે કે હિબ્રધર્મનાં સારાં તો સ્વીકારીને ખ્રિસ્તી ધર્મ ઉદારમતવાદી રહ્યો છે - જેમ બૌદ્ધધર્મનાં સારાં તો પિતાનામાં સમાવિષ્ટ કરીને હિંદુધમ ઉદારમતવાદી રહ્યો છે. પરંતુ અહીંયાં એક બાબત સમજી લેવી જરૂરી છે. ડો. રાધાકૃષ્ણને કહ્યું છે તેમ ખૂબ જ ભાતૃભાવભર્યા આલિંગનથી હિંદુધર્મે બૌદ્ધધર્મને વિનાશ કર્યો. પરંતુ ખ્રિસ્તીધર્મે હિબ્રધર્મનાં અનેક તો અંગીકાર કર્યા છતાં, એના વિકાસના કેટલેક તબકકે, હિબ્રધર્મ અનુયાયીઓમાંથી પોતાના ધર્મ માટે કેટલાક સંત પલ જેવા મહામૂલા અનુયાયીઓ મેળવવા સિવાય, ખ્રિસ્તી ધર્મ હિબધર્મને વિશેષ કંઈ કરી શક્યો હોય એમ લાગતું નથી. આ સમગ્ર પ્રશ્નની ઉંડાણ જ થાય છે એમાંથી ધર્મ પ્રકાર પર અને આ સમગ્ર પ્રક્રિયા પર કંઈક નૂતન પ્રકાશ મળવાની આશા રાખી શકાય. આમ, જિસસે અનેક હિબ્રુ માન્યતાઓને હચમચાવી. પ્રભુ ઈસોદાબાજ નથી, તેમ જ પ્રભુ તે સર્વ માનવ–સંતાનને પિતા છે, એમ કહીને જિસસે ઈશ્વરની સર્વવ્યાપકતા અને ન્યાયપૂર્ણતાની સમજ આપી, ઈશ્વરના વિચારને એક ખૂબ જ વિસ્તૃત ફલક પર મૂક્યો. એટલું જ નહિ પરંતુ, માનવને પણ એક ઉચ્ચ સ્થાન આપ્યું. પ્રભુના સામ્રાજ્યમાં, કોઈના પણ તરફ વિશિષ્ટ પક્ષપાત નથી પરંતુ ત્યાં સર્વ માનવીઓ સમાન છે–પાપાત્માઓ અને પુણ્યાત્માઓ એ બધા જ પ્રભુના સંતાન હેઈ, એ સર્વેને પ્રભુના સામ્રાજ્યમાં પ્રવેશવાનો અધિકાર છે. પ્રભુના આ સામ્રાજ્યમાં કોઈ વિશિષ્ટાધિકાર નથી, કઈ વિશિષ્ટ પ્રકારનું વળતર 2 ઇન્ડિયન ફિલેફી ગ્રંથ - 1. ધર્મ 11