________________ 160 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રભુદર્શનને માટે કેટલે સીધે અને સાદો અને છતાંય કેટલેય મુશ્કેલ માર્ગ ! હૃદયની પવિત્રતા એ જ પ્રભુદર્શનની ચાવી છે એમ તે તે જ કહી શકે. જેને પિતાનું હૃદય પવિત્ર હોય. જિસસ કે જેના દિલમાં ગરીબ, સબડતી અને હકરાતી પ્રજા માટે હમદર્દીભરી હેય, ભારોભાર કારુણ્ય હોય અને બીજા જીવે એ માટે જે પિતાનું આત્મબલિદાન આપવા સુધી તત્પર હોય એના હદયની પવિત્રતા વિશે પૂછવું જ શું ? પરંતુ જનસામાન્યના કેટલા લેક હૃદયની આવી પવિત્રતા હેવાને દાવો કરી શકે ? સર્વ પ્રગતિની પૂર્વ શરત શાંતિ, છે, એ, આજના સમયમાં હવે સ્વીકારાતું થયું છે. જિસસ ક્રાઈસ્ટ શાંતિની અગત્ય કયારની સ્વીકારી છે. અને એથી તેઓ કહે છે ? " Blessed are the peace-makers, for they shall be called children of God." જે બધા જ માણસો ઈશ્વરના સંતાન હોય તો જેઓ શાંતિદાયી છે, શાંતિના પ્રયાસો આદરે છે - એમને જ ઈશ્વરનાં બાળક તરીકે જિસસે કેમ ઓળખાવ્યા હશે ? એક જ પ્રભુના સંતાન તરીકે માનવ-માનવમાં શાંતિ સહજ હેવી જોઈએ. પરંતુ દુનિયાને અનુભવ એથી વિપરીત હોય છે એને અર્થ એ થયો કે બીજા માનવી જોડે ઝઘડો માનવી પોતે જ ઈશ્વરનું સંતાન છે એ ભૂલી જાય છે. આથી જ જે શાંતિના પ્રયાસમાં ઓતપ્રોત છે એ ઈશ્વરના સંતાન તરીકે વધુ સ્વીકાર્ય છે. જિસસના આવા ઉપદેશે હિબ્રધર્મીઓ જે પ્રકારનું જીવન જીવતા હતા. એમને, શી રીતે રવીકાર્ય બની શકે ? ઈશ્વર હિબ્ર પ્રજા પ્રત્યે પક્ષપાતી નથી એવું કથન તેઓ શી રીતે સ્વીકારી શકે ? પોતે જ માત્ર પ્રભુની પસંદગી પામેલી પ્રજા નથી એવું એ કેવી રીતે સાંભળે ? જે ગરીબ અને કચડાયેલી પ્રજાને તેઓ અધમ અને અછૂત તરીકે લેખતા એને ઈશ્વરના સામ્રાજ્યના માનભર્યા સ. તરીકે તેઓ શી રીતે સ્વીકારે ? અને આથી જિસસના ઉપદેશમાં હિબ્ર પ્રજાએ પિતાની ભાવનાઓને, પિતાની આકાંક્ષાઓને અને પિતાના ભવ્ય ભાવિને અનાદર થયેલ છે. આથી, હિબ્ર પ્રજાએ જિસસ ક્રાઈસ્ટને “મસીયાહ” તરીકે તે ન જ સ્વીકાર્યા, પણ એમના ઉપદેશને સામને પણ કર્યો. ' . ' ' : હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં જે કંઈ મહત્વને તફાવત હોય તો તે એ કે હિધર્મ જિસસને “મસીયાહ” તરીકે સ્વીકાર નથી, જ્યારે ખ્રિસ્તી