________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન નથી, તેમ જ કોઈ અજગતી વાતને રવીકાર નથી. આ સામ્રાજ્યમાં સંપત્તિ, પ્રતિષ્ઠા, ગર્વ જેવી કોઈ બાબત નથી. એ સામ્રાજ્યમાં માત્ર એક સર્વવ્યાપી સિદ્ધાંત આધિપત્ય ભોગવે છે અને તે સિદ્ધાંત તે રનેહ. આમ, પ્રભુનું સામ્રાજ્ય એટલે રહનું સામ્રાજ્ય. જિસસના ઉપદેશને રવીકાર એટલે એક નૂતન પ્રકારની જીવન-દષ્ટિને કેળવીને એક નૂતન જીવનમાર્ગે પ્રયાણ કરવા બરાબર થાય. જીવનમાં દઢ બનેલી ટે, અંકિત થયેલી તૃષ્ણાઓ અને આવેગોને દૂર કરી નીતિમય પવિત્ર જીવન દ્વારા જ ઈશ્વરદર્શનને આનંદ પ્રાપ્ત કરી શકાય એમ સ્વીકારવા બરાબર થાય. જીવનના એક રાહે આગળ વધવાને ટેવાયેલ સામાન્ય માનવી માટે જિસસને આ સંદેશ એકદમ સ્વીકાર્ય ન બને એ સમજી શકાય એમ છે. 3. ખ્રિસ્તી ધર્મને અતિહાસિક વિકાસ : આપણે આગળ જોયું તેમ હિબ્રધર્મના ત્રણેય પશે, એક યા બીજા કારણસર, જિસસના ધર્મોપદેશની વિરુદ્ધ હતા. પરંતુ એમના ધર્મોપદેશને વિરોધ કરવાને બદલે તેઓએ જિસસને જ અંત લાવવાનું વિચાર્યું અને જિસસ પોતાના ઉપદેશને કંઈપણ વ્યવસ્થિત સ્વરૂપ આપે એ પહેલાં જ ઝનૂની હિબ્રૂઓએ એમને દૂર રીતે મારી નાંખ્યા. યુદૂદીઓ જે પર્વની ઉજવણી જેરૂસલેમમાં કરતા એવા પર્વની ઉજવણીમાં તેઓએ ખૂબ ગાંડાતુર બની અઢળક સંપત્તિ ખચ. જિસસનું, ત્યાં હાજર રહેલા લોકોએ, નેહભર્યું અલૌકિક સ્વાગત કર્યું. લેકેને જિસસ માટેનો આવો પ્રેમ અને આદર યહૂદીઓ જીરવી શક્યા નહિ અને એમને કઈ રીતે ખત્મ કરી શકાય તેની ખોજ કરતા રહ્યા. એવામાં મંદિરની અંદર જિસસ ગયા. અને એમણે ત્યાં વેપાર કરવા બેઠેલા યહૂદીઓને જોઈ કહ્યું : “આ મંદિર પ્રાર્થના માટે છે અને તમોએ એને ઠગની ગુફા બનાવી મૂકી છે”૩ | જિસસે રોષે ભરાઈ એ વેપારીઓને મંદિરની બહાર કાઢ્યા. આથી એમના જિસસ પ્રત્યેના ઠેષને વેગ મળ્યો. અગ્નિમાં ઘી હોમાયું અને જિસસના એક શિષ્યને સહકાર મેળવી થોડા દિવસ પછી જ્યારે જિસસ પ્રાર્થના કરતા હતા ત્યારે એમને પકડીને યહૂદી નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ સમયે અને અદાલતમાં પણ જિસસ મૌન જ રહ્યા. 3 My house is a house of prayer, but you have made it a den of thieves.