________________ 2.5 ખ્રિસ્તી ધર્મ 1. સામાન્ય : મહાન રોમન સમ્રાટ સિઝરના રાજ્યકાળ દરમ્યાન જુડામાં જિસસને જન્મ થયો. જિસસના જન્મ સમયે હિબ્રધર્મ પ્રચલિત હતો. જિસસ પિતે પણ હિબુધર્મમાં જ જમ્યા હતા. જેમ જન્મ હિંદુ હોવા છતાં પણ વર્ધમાન અને ગૌતમ અલાયદા ધર્મના સંસ્થાપક થયા, તેમ જિસસ પણ જન્મ હિબ્રૂ હોવા છતાં પણ ખ્રિસ્તી ધર્મના સ્થાપક બન્યા. જિસસને જન્મ એક સામાન્ય કુટુંબમાં થયું હતું અને તેઓ લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી સામાન્ય માનવી તરીકે વિકસ્યા હતા. આદમી હતા અને સાદાઈથી જીવતા. તેઓ ત્યાગી હતા. એમના આવા સદ્દગુણોથી તેઓ લોકોમાં પ્રિય હતા. તેઓ કહેતા : “મસીયાહના આગમનને સમય નજદીક આવી રહ્યો છે. એમનું યોગ્ય રવાગત કરવાને માટે આપણે પાપ ત્યાગીને અને હૃદયને પવિત્ર બનાવીને તૈયાર થવું જોઈએ.” હૃદયની પવિત્રતા પ્રાપ્ત કરવાને 1. જિસસને જન્મકાળ સામાન્ય રીતે ઈસ. પૂ. 6 કે 4 તરીકે મૂકવામાં આવે છે.