________________ ઉપ૦ ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાખ્યા. આ જાળવેલ મૂડીથી જ નવા રાષ્ટ્રને શક્તિ અને સંગઠન પ્રાપ્ત થયાં, એ ઇઝરાયેલ રાષ્ટ્રના ટૂંકા પ્રગતિકારક અરિતત્વ દરમ્યાન સ્પષ્ટ થાય છે. થ, ઈશીયા : ઈશીયાનું કર્તવ્ય એમસના વચનનું અર્થઘટન કરવાનું રહ્યું. એમણે જણાવ્યું કે એમસનું કહેવું એમ નથી કે પ્રભુ પિતાની પ્રજાને છોડીને તેના દુશ્મને સાથે. જોડાશે. પરંતુ એમસના કથનને અર્થ તે એ છે કે જેહવા માત્ર ઇઝરાયેલ, પ્રજાના જ નહિ પરંતુ સમરત સૃષ્ટિના સાચા ઈશ્વર છે. ઈશીયાના આ કથનથી હિબ્રધર્મના ઈશ્વરનું એક વ્યાપક રવરૂપ રજૂ થાય. છે. ઈશ્વરનું સામ્રાજ્ય ઇઝરાયેલ પ્રદેશ પૂરતું જ નહિ, પરંતુ સમગ્ર સૃષ્ટિ પર. વિતરેલું છે. વળી, ઇઝરાયેલ એ જ પ્રભુની પસંદગી પામેલી એક પ્યારી પ્રજા છે એમ નહિ, પરંતુ દુનિયાની સર્વ પ્રજાના પિતા તરીકે ઈશ્વરને સર્વ પ્રજા એક ઈશીયાહમાં કહેવાયું છે : “ઈજિપ્ત અને એસિરિયાની પ્રજા સાથે ઈઝરાયેલ ઇજિપ્તને આશિષ હો; મારા હાથના કાર્ય સમાન એસિરિયાની પ્રજા અને મારા વાસ ઇઝરાયેલની પ્રજાને આશિષ હો.”૭ ઇશીયાના સમયથી હિબ્રધર્મમાં એકેશ્વરવાદના વિચારે જોર પકડયું અને એમની પછીના બધા જ પયગંબરેએ આ વિચાર પર ખુબ ભાર મૂક્યો. સમસ્ત સૃષ્ટિના ઈશ્વર એક જ છે એ ખ્યાલ વધુ સ્વીકારાતે ગયે. છે. હેસીયા : ઇઝરાયેલ સામ્રાજ્યના પતન પછી હિબ્ર લેક બેબિલનમાં રહ્યા ત્યાં સુધી ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકેશ્વરવાદને વિચાર વધુ દઢ થતો ગયો. ઇઝરાયેલ પ્રદેશનો ત્યાગ કરી ઇઝરાયેલ પ્રજાને બીજા પ્રદેશમાં વસવાટ કરે પડ્યો તે જ એ સમજાવવા પૂરતું હતું કે એક જ ઈશ્વર સમસ્ત સૃષ્ટિના સંચાલક છે. આમ, હેસીયાના સમયમાં હિબ્રધર્મ સંપૂર્ણપણે એકેશ્વરવાદી બને અને એમના પિતાના ઈશ્વર સિવાય અન્ય કોઈ ઈશ્વરનું અસ્તિત્વ એમણે સ્વીકાર્યું નહિ.. પરંતુ હસીયાએ ઈશ્વરને જે ખ્યાલ રજૂ કર્યો અને એનું જે સ્વરૂપ વર્ણવ્યું તે ખુબ જુદા પ્રકારનું હતું. એમણે રજૂ કરેલ ઈશ્વરના રવરૂપને સમજવા છે. ઇશીયાહ 1924-25.