________________ 153 હિબ્રધર્મ And bring us back in perfect repentence unto thy preseace. Blessed art thou O Lord ! who delights in repentence." 4. સંપ્રદાય ? અન્ય ધર્મોની જેમ હિબ્રધર્મ પણ વિવિધ સંપ્રદાયમાં વહેંચાયેલું છે. આમાં નીચેના સંપ્રદાયો ઉલ્લેખનીય છે. ખ્રિસ્તી ધર્મના ઉદ્દગમકાળે હિબ્રધર્મના ત્રણ મુખ્ય પથે અસ્તિત્વમાં હતા. ક, સકિ : તેઓને ધાર્મિક રસ ઝાઝો ન હતો. એમ પણ કહી શકાય કે તેઓ ધર્મ તરફ દુર્લક્ષ સેવતા હતા. રાજકારણ, સત્તા, મે એમને મન મહત્ત્વના હતાં. આથી જિસસે જ્યારે એમને ઉપદેશ આપવા માંડ્યો ત્યારે સદકિઓ એમને શંકાની નજરે જોવા લાગ્યા. જિસસના ઉપદેશો અશાંતિ ઉપજાવે એવા અને ઘર્ષણ ઉત્પન્ન કરે એવા હેઈ જિસસને દૂર કર્યા સિવાય શાંતિ સ્થાપી શકાય નહિ એમ તેઓ માનતા. હિબ્રધર્મના સંરક્ષણની ભાવનાથી પ્રેરાઈને નહિ, પરંતુ પિતાની અમર્યાદ સત્તામાં જિસસના ઉપદેશ અવરોધક હેવાથી તેઓ જિસસનો સામને કરવા તત્પર બન્યા. ખ, પાદરીઓ (Priests) : આ વર્ગ મુખ્યત્વે કરીને ધર્મગુરુઓ તથા પાદરીઓને હતો. તેરાહ અને નબીઓને તેઓ અભ્યાસ કરતા. પુરાણી રસમ અનુસાર તેઓ પૂજા કરતા તથા ય પણ કરતા. હિબ્રધર્મ એકેશ્વરવાદી હોવા છતાં એમાં એવી ધાર્મિક પ્રથાઓ પ્રવેશ પામી જેને લીધે હિબ્રધર્મના પાદરીઓ એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવતા થયા. એમના આ રથાનને, હિંદુધર્મમાં બ્રાહ્મણોએ જમાવેલા સ્થાન સાથે, સરખાવી શકાય. પિતાની સત્તા અને આધિપત્ય કોઈપણ રીતે તૂટે એ એમને પસંદ ન હતું. જિસસના ઉપદેશનું જે પાલન કરવામાં આવે અને પ્રભુના સામ્રાજ્યની સ્થાપના માટેના એમણે સૂચવેલા માર્ગો અનુસાર પ્રયત્ન કરવામાં આવે તે હિબ્ર- ધર્મમાંનું પાદરી વર્ગનું સ્થાન ભય માં આવી પડે. આથી આ વર્ગ પણ જિસસ ક્રાઈસ્ટની વિરુદ્ધ હતા.