________________ 15 હિબ્રધર્મ માટે, એને, મોઝિને આપેલ ઈશ્વરના સ્વરૂપ સાથે સરખાવવું જોઈએ. મોઝિઝના ઈશ્વર રાષ્ટ્રીય સ્વરૂપના છે, વળી એ ઈશ્વરનું સ્વરૂપ ભયાનક પણ છે. કારણ કે પિતાના પાપનો બદલો બીજી, ત્રીજી કે ચોથી પેઢી સુધી પણ ભોગવે પડતો હોય છે. હસીયાએ પ્રબોધેલ ઈશ્વરનું સ્વરૂપ એ દયાળ અને કૃપાવંત ઈશ્વર છે. એ ઈશ્વર ન્યાયી છે અને જરૂરિયાતવાળા તથા ગરીબ પ્રત્યે એ દયાવાન છે. આમ હસીયા પણ મોઝિઝની જેમ એક જ ઈશ્વરનો સ્વીકાર કરે છે. પરંતુ રાષ્ટ્રીય, પ્રાદેશિક કે પ્રજાકીય બંધનોથી એ ઈશ્વરને પર કરે છે. એટલું જ નહિ પરંતુ ઈશ્વર કોપાયમાન નહિ પરંતુ દયાળુ છે એવી સ્પષ્ટ સમજૂતી હેસીયા આપે છે. - ઇઝરાયેલ પ્રજા અને ઈશ્વર સાથેનો સંબંધ હોસીયા લગ્ન–સંબંધ સાથે સરખાવે છે. એક પતિ જ્યારે એમ જાણે છે કે પિતાની પત્ની એને બેવફા છે ત્યારે એની ઇચ્છા એને છોડી દેવાની, અને પતનને માર્ગે જતી એની પત્નીને સહાયરૂપ ન થવાની હોય છે. પિતાને કર રીતે અન્યાય થતું હોવા છતાં પણ પતિ આમ કરી શકતા નથી; કારણકે એને એ ખ્યાલ આવે છે કે એક વખત એ એની પત્ની હતી, અને એ તેને પ્રેમ કરતો હતો. આથી એ પિતાની પત્નીને પિતાની પત્ની સારી રીતે પ્રાયશ્ચિત્ત કરે છે ત્યારે એને પિતાના પૂર્વથાને થાપી એને પ્યાર અને વિશ્વાસ આપે છે. એ જ પ્રમાણે ઈશ્વર પણ ઇઝરાયેલ પ્રજાની જેમ જે કઈ પાપ પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરે તને, પિતાને થયેલા અન્યાયને દરગુજર કરી, ક્ષમા કરવાને તત્પર છે. 3. હિબ્રધર્મ-સાહિત્ય : હિબ્રધર્મના ચોવીસ ધર્મગ્રંથો મુખ્યત્વે કરીને નીચેના ત્રણ વિભાગોમાં વહેચાયેલા છે. 1. નિયમો (Laws) : આમાં નિયમ ગ્રંથોનો સમાવેશ થાય છે. આમાં કેટલીક પ્રાર્થનાઓને 2. સંતના ગ્રંથ (Prophets) : હિબ્ર પયગંબરોએ આપેલા ઉપદેશોનો અહીંયાં સમાવેશ થાય છે. 3. લેખો (Hegiograph) : આ એવા લેખોનો સંપૂટ છે જે જુદે જુદે કાળે લખાયા છે.