________________ 18 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. 9. Hononr thy God. 10. Observe the Sabbath-day and keep it holy. આમ, એક ઈશ્વરને સ્વીકાર કરી તથા તેની પ્રાર્થના દાખલ કરી અને જીવનની નૈતિકતાના મહત્વના આદેશ આપીને એમણે લેકોની ધાર્મિક લાગણીને. વ્યવસ્થિત ઘાટ આપ્યો અને એમાંથી જ કાળાનુક્રમે હિબ્રધર્મને વધુ વિસ્તાર થયે જગતની કોઈપણ ધાર્મિક પ્રજાને પોતાના ધર્મની ઉત્પત્તિના સ્થાનમાંથી બહાર નીકળવું પડયું હોય અને એક ભટકતી પ્રજા તરીકે જીવવું પડયું હોય તે એ હિબ્ર પ્રજા છે. અને આમ છતાંય એમણે એમના ધર્મને લેપ થવા દીધો નથી. અનેક વિટંબણાઓ છતાં ધર્મને સજીવ, રાખે છે, એટલું નહિ. પરંતુ ધર્મશાસ્ત્રોનું જતન કરી, પયગંબરેએ આપેલા આદેશનું પાલન કરી, ધર્મની પ્રગતિ માટેનો માર્ગ મોકળો કર્યો છે. ગ, એલિજા (ઈ. સ. પૂ. 850) એલિજાના સમય પૂર્વે હિલ્ટ લેકે, મેઝિકે દાખલ કરેલ ઈશ્વર જેહેવાનું પૂજન કરતા હતા. પરંતુ પિતાના આરાધ્યદેવ સિવાય બીજા દેવોના અરિતત્વને નકાર તેઓ નહતા કરતા. આના ઉદાહરણ તરીકે, ઈતિહાસમાં જે ડાહ્યા રાજા તરીકે ઓળખાય છે તે, સોલેમને ત્રણ જુદા જુદા દેવા માટે જેરૂસલેમમાં ત્રણ જુદાં જદાં મંદિર બંધાવ્યાં તે છે. એમણે એક મંદિર જેહેવા માટે, બીજુ એમનાઈટના. ઈશ્વર માલોચ માટે અને ત્રીજું એલાઈટસના ઈશ્વર એમોસ માટે બંધાવ્યું હતું. આના બીજા ઉદાહરણ તરીકે, ઈ. સ. પૂર્વે 1876 થી ૧૮૫૪ના અહબના રાજ્યકાળ દરમ્યાન ટાયરના દેવ બાલની પૂજાને જેહાવાની પૂજા કરતા પ્રાધાન્ય આપ્યું હતું એમાંથી પણ મળી રહે છે. બ્રિધર્મમાં પ્રબોધાયેલ એકેશ્વરવાદને આ વિરોધી સૂર પયગંબર એલિજા સ્વીકારી શક્યા નહિ. એમણે સ્પષ્ટ કથન કર્યું કે જેવા એ જ માત્ર એક ઈશ્વર છે. એમણે સાથે એમ પણ જણાવ્યું કે જેહવા સત્યધમીને આવકારે છે અને અધમીને શિક્ષા કરે છે. એલિજાના જેહેવા અંગેના વિચારથી હિબ્રધર્મમાં એકેશ્વરવાદ દઢ થયે. એમના કથનનું સ્પષ્ટ તાત્પર્ય એ હતું કે જેવા સિવાયના બીજા દેવો ખોટા છે, એટલું જ નહિ, પરંતુ એમનું કઈ અસ્તિત્વ પણ નથી. આમ, આધુનિક હિબ્રધર્મના એકેશ્વરવાના મુખ્ય પ્રણેતા પયગંબર એલિજ હતા.