________________ 146 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્ત થાય છે. હિબ્રૂ પયગંબરવાદ ખૂબ ગતિશીલ રહ્યો છે અને નૈતિકતા પર આધારિત રહ્યો છે. પ્રત્યેક પયગંબર પ્રભુમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એમ માને છે કે સૃષ્ટિના જીવોને પ્રભુને આદેશ પહોંચાડવા માટે પ્રભુએ એમની પસંદગી કરી છે. પ્રભુની વાણુને આવિષ્કાર કરી તેને જનસમુદાય સુધી પહોંચાડવાનું કર્તવ્ય એમને શિરે પ્રભુએ આદેશરૂપે લાદયું છે. પ્રભુએ મને કહ્યું, તું બાળક છે એમ કહીશ નહિ કારણકે હું તને જેની પાસે મોકલીશ ત્યાં તું જઈશ અને હું તને જે આદેશ આપીશ તે તું તેમની સમક્ષ રજૂ કરીશ.”૧ ઈ. સ. પૂ. 1200 કે જ્યારે મોઝિઝે ઈજિપ્તના સકંજામાંથી “હિબ્ર” ધર્મને છોડાવ્યો ત્યાંથી લગભગ ઈ. સ. પૂ. 850 સુધી હિબ્રધર્મ સંપૂર્ણ પણે એકેશ્વરવાદી ન હતા. અને છતાં વિવિધ પયગંબરેના હાથે હિબ્રધર્મની જે પ્રગતિ થઈ છે તે હિબ્રધર્મને એકેશ્વરવાદી ધર્મ તરીકે સ્થાપવામાં કારણભૂત બને છે. આ પયગંબરમાં આપણે નીચેના મુખ્ય પયગંબરે વિશે વિચારણા કરીશું. અબ્રાહમ, મોઝિઝ, એલિજા, ટિકાના એમસ, ઇશીયા, તથા હેસીયા. ક, અબ્રાહમ : હિબ્રધર્મમાં અબ્રાહમ પ્રથમ પયગંબર તરીકે સ્વીકારાયા છે. હિબ્રુ એમને ભક્તોના પિતા' તરીકે સ્વીકારે છે. હિબ્રધર્મ તેમ જ ખ્રિસ્તી ધર્મમાં એમનું સ્થાન અનન્ય છે. તેઓ પ્રભુમાં માનતા અને એમ માનતા કે એ જ ધર્મ છે.” વળી શ્રદ્ધાપૂર્વક એમ પણ માનતા કે સૃષ્ટિના ને તેઓ આનંદ આપી શકશે.૩ એમની આવી શ્રદ્ધાને પરિણામે જ તેઓ પ્રભુના પ્યારા હોવા ઉપરાંત ભક્તોના પણ પ્યારા બન્યા. એમને માટે હિબ્રુ ધર્મગ્રંથોમાં તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં પણ માનભર્યા ઉલ્લેખ આવે છે અને એમને “ઈશ્વરના મિત્ર તરીકે આલેખવામાં આવે છે.' 1. જેરેમી 1.7 (હયુમ પા. 170-189) 2. જેનેસીસ 15.6 3. જેનેસીસ 24.3 4. ક્રોનિકલ્સ-ર૦.૭; જેમ્સ 2.23; ઈશીયાહ 41.8