________________ બૌદ્ધ ધર્મ 14t: માટે જવાબદાર છે. આ સમજાવવાને માટે એક લગાતાર હારમાળા આપવામાં આવી છે. અજ્ઞાનમાંથી સ્વૈચ્છિક ક્રિયાઓ નીપજે છે. એમાંથી ચેતનાને ઉદય થાય છે. એમાંથી નામ-રૂપ આકાર ધારણ કરે છે. એમાંથી છ ઈન્દ્રિ અસ્તિત્વમાં , આવે. એથી ઇન્દ્રિય વસ્તુસમાગમ સ્થાપિત થાય છે. એમાંથી આવેગ (Sensation) જન્મે છે. એમાંથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. એથી મમત્વ કેળવાય છે. આ મમત્વ કર્મ પ્રેરે છે. કર્મ જન્મનું કારણ બને છે. આમ, સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે અને એથી અજ્ઞાનને દૂર કરવામાં આવે તે એમાંથી ઉપસ્થિત થતાં બધાં જ સોપાનો દૂર થાય અને જન્મ-મૃત્યુની. ઘટમાળમાંથી પણ છૂટકારો પ્રાપ્ત કરી શકાય. 7. ધર્મપંથ : જેમ હિંદુધર્મના વિવિધ ફાંટાઓ પ્રાપ્ત છે તેમ બૌદ્ધધર્મના પણ ચાર મહત્ત્વના ફાંટાઓ પ્રાપ્ત છે. સામાન્યતઃ મહાયાન અને હિનયાન બે બૌદ્ધધર્મના અલગ અલગ સંપ્રદાય તરીકે નહિ પરંતુ એક જ બૌદ્ધધર્મના બે દટબિંદુઓ સમાન રહ્યા છે. મંદિરઃ ઈતર ધર્મોની જેમ બૌદ્ધધર્મમાં પણ મંદિરનું એક આગવું સ્થાન છે. પરંતુ મંદિર એ માત્ર પૂજાનું સ્થાન ન રહેતા ધર્મસંઘઠક બળ તરીકે બૌદ્ધધર્મમાં સવિશેષ સ્થાન પામ્યું છે. પ્રાર્થનાઃ આપણે આગળ નોંધ્યું છે કે અન્ય ધર્મોમાં પ્રાર્થનાનું જે સ્થાન છે તેવું સ્થાન બૌદ્ધધર્મમાં “ધ્યાને લીધું છે અને છતાં આધુનિક સમયના બૌદ્ધમંદિરમાં જઈએ તે આ ધર્મમાં પણ પૂજા અને પ્રાર્થના કેટલે અંશે પ્રવેશ્યા છે, એને કંઈક ખ્યાલ આવી શકે. ઉપસંહારઃ બૌદ્ધધર્મનું એક અતિ આકર્ષક તત્ત્વ એના સ્થાપક ભગવાન બુદ્ધની કારુણ્યમયી મૂર્તિ તે છે જ. પરંતુ માનવજીવનને સમૃદ્ધ અને સબળ બનાવવા