________________ બૌદ્ધધર્મ 139: અષ્ટાંગમાગ સમાધિ શોલ પન્ના 1. સત્ય વાણું 1. સત્ય સમજણ 1. સત્ય પ્રયત્ન 2. સત્ય દૈહિક કાર્ય 2. સત્ય વિચાર 2. સત્ય ધ્યાન 3. સત્ય જીવન નિર્ધાર 3. સત્ય સમાધિ અષ્ટાંગ માર્ગનાં ત્રણ મુખ્ય અંગ શીલ (નૈતિકતા-Morality), પન્ના (ડહાપણ-Wisdom) અને સમાધિ (ધ્યાન-Concentration) છે. આ ઉપરથી આપણે એ જોઈ શકીશું કે શીલ એ પન્ના અને સમાધિની પૂર્વશરત છે. શીલ વિના ડહાપણ પ્રાપ્ત થતું નથી અને શીલ અને ડહાપણ પ્રાપ્ત થયા વિના સમાધિ સંભવતી નથી. આથી જ શીલ પર ભાર મૂકતાં સમ્યફ વાણી, સમ્યફ કાર્ય અને સમ્ય જીવનવ્યવહાર પર ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર વ્યવહારની સમ્યકતા પૂરતી નથી અને એથી પન્નામાં સમ્યફ-મન અને સમ્યફ નિર્ણયને સમાવેશ કરવામાં આવ્યું છે. જ્યારે માનસિક અને વાચિક સભ્યતા પ્રાપ્ત થાય ત્યારે એમાંથી જ સમ્યફ પ્રયત્ન પરિણમે છે. એની સાથે જ સમ્યક્ ધ્યાન અને સમ્યફ સમાધિ શક્ય બને છે. આથી જ આ ત્રણેનો સમાવેશ અષ્ટાંગમાર્ગના ત્રીજા અંગમાં કરવામાં આવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે સત વાણીથી શરૂ થયેલ અષ્ટાંગમાર્ગ આપણને વિવિધ સોપાન દ્વારા એક એવી અંતિમ મજલ પર લઈ જાય છે જ્યાં મનની સંપૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, પરંતુ બુદ્ધત્વની અવસ્થાની. પ્રાપ્તિ પણ શક્ય બને છે. આથી જ બૌદ્ધધર્મમાં “અષ્ટાંગમાર્ગનું મહત્ત્વ સવિશેષ છે. અષ્ટાંગમાર્ગે વ્યક્તિ પ્રયાણ કરે ત્યારે એની સામે અનેક પ્રકારના અવરોધ ઉપસ્થિત થવાની સંભાવના રહે છે. આમાંના અનેક અવરોધ માનવીના પતનનું કારણ બની શકે. આમાં આપણે નીચેના કેટલાકનો સમાવેશ કરી શકીએ. ઈન્દ્રિલાલસા, તિરસ્કાર, ક્રોધ, આળસ, અસ્થિરતા, ચિંતા, સંશય, વિવાદવગેરે ગણાવી શકાય. જ્યાં સુધી આ અને બીજા આવાં અવરોધક બળને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી અષ્ટાંગમાર્ગના પંથે આગળ વધવાની સંભાવના ઓછી રહે છે.