________________ 138 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. છે. જે તૃષ્ણને ત્યાગ કરવામાં આવે તે સર્વ દુઃખોને નાશ થાય છે અને પરિણામે જન્મ-મૃત્યુની ઘટમાળમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. જેમ કઈ દીપકમાં નવું તેલ પૂરવામાં ન આવે તે, એને પ્રાપ્ત થતું તેલ પૂરું થાય ત્યારે એ આપોઆપ હેલવાઈ જાય છે, તેમ વ્યક્તિ એના જીવનમાં નવી તૃષ્ણને સંચાર ન કરે તે પુરાણી તૃષ્ણાઓના પરિણામના ભોગાયટન પછી આપોઆપ સિદ્ધિની અવસ્થા પ્રાપ્ત. થાય છે. આમ, આ ત્રીજુ આર્ય સત્ય આપણી સમક્ષ એક આદર્શ રજૂ કરે છે એટલું જ નહિ, પરંતુ એક આશાદીપ પણ પ્રગટાવે છે. હકીક્ત આદર્શ નથી, એ સત્ય અહીંયાં રજૂ થાય છે. હકીક્ત પલટાવી શકાય એમ છે એને અહીંયાં સ્વીકાર કરવામાં આવે છે. દુઃખ સર્વસ્વ નથી અને દુઃખમાંથી મુક્તિ શક્ય છે એ બે બાબત આ સત્ય આપણી સમક્ષ ભારપૂવર્ક રજૂ કરે છે. પરંતુ, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દુઃખનિવારણ શકય હોય તે તે કઈ રીતે શકય બને છે? આ માટે આપણે હવે પછીના સત્ય તરફ વળવું રહ્યું. ઘ. નિપગામિની પતિપદા : અત્યાર સુધીનાં આલેખાયેલાં સત્યો અનુભવ અને અવલોકન આધારિત કે તક આધારિત રહ્યાં. પરંતુ, બૌદ્ધધર્મનું સર્જનાત્મક અંગ આ ચોથા સત્ય દ્વારા પ્રત્યક્ષ થાય છે. કારણ કે દુઃખનું નિરાકરણ શી રીતે કરી શકાય એમ છે એની રજૂઆત આ સત્ય દ્વારા કરવામાં આવી છે. એક રીતે જોઈએ તે બધાં જ સત્યોમાં આ સત્ય અતિ અગત્યનું છે. કારણ કે આદર્શની સિદ્ધિને માર્ગ અહીંયાં આલેખવામાં આવ્યો છે. આ માર્ગને “આર્ય અષ્ટાંગિકમા” તરીકે ઓળખાવવામાં આવે છે. 5. આર્ય અષ્ટાંગ-માર્ગ : બૌદ્ધધર્મમાં પ્રબોધાયેલ અષ્ટાંગમાર્ગ અધ્યાત્મમાર્ગે આગળ વધતી વ્યક્તિને માર્ગદર્શક થાય એમ છે. ચારિત્ર્ય, બુદ્ધિ અને મન : એકાગ્રતાને આવરી લેતા આ ભાગ, વ્યક્તિના જીવનવ્યવહારને પ્રત્યેક તબક્કે નિર્ણત કરતે, એક એવો માર્ગ છે જેમાં વિવિધ વિચારધારાઓ અને માર્ગોની અસર હોવા ઉપરાંત જેમાં એક પ્રકારનું સમન્વયીકરણ પણ પ્રાપ્ત થાય છે. અષ્ટાંગમાગને નીચેના કોઠામાં રજૂ કરી શકાય :