________________ 136 પહેલાં ન હતું અને પળ પછી પણ નહિ હશે. આ અર્થમાં કાયમી તત્ત્વ જેવું કઈ તત્વ અસ્તિત્વમાન નથી અને એથી વ્યક્તિનું પોતાનું પણ કોઈ સાતત્ય હોય એમ માની શકાય નહિ અને આમ છતાં, પ્રત્યેક વ્યક્તિ દુઃખના આવરણથી લદાયેલ છે, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દુઃખ ભર્યું છે એના સ્વીકાર ઉપર જ બૌદ્ધધર્મ પિતાને બોધ આપે છે. 4, ચતુરાર્થ સચ્ચ : બૌદ્ધધર્મનું હાર્દ ચાર ઉમદા સત્યોમાં સમાયેલું છે. એ ચાર સત્યે નીચે પ્રમાણે છે : ક. દુઃખસચ્ચ ખ. સમુદયસચ્ચ ઘ. નિરધાગામિની પતિપદા આ ચાર સત્યેની થોડી વિસ્તૃત વિચારણા આપણે હાથ ધરીએ. ક, દુઃખસગ્ન : આ એક એવું સાર્વત્રિક સત્ય છે જે પ્રત્યેક પ્રકારના અસ્તિત્વને લાગુ પાડી શકાય. હિંદુધર્મે કલ્પેલ માત્ર પૃથ્વીલેક કે મૃત્યુલોકને જ નહિ પરંતુ દેવકને પણ સત્ય આવરી લે છે. માનવજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને એમ કહી શકાય કે માનવજીવનની પ્રત્યેક અવરથા દુ:ખમય છે. એટલું જ નહિ, માનવ-માનવ વચ્ચેના પ્રસંગો અને સંબંધે દુઃખરૂપ છે. જન્મ, રોગ, જરા, મૃત્યુ દુખમય છે જ, પરંતુ સર્વ પ્રકારના સગ- વિગ પણ દુઃખમય છે. એ જ રીતે પ્રત્યેક પ્રકારની આકાંક્ષા, આશા, નિરાશા વગેરે પણ દુઃખમય છે. આમ, માનવને જન્મ દુઃખમાં થયે છે, એ દુઃખમાં જ જીવે છે અને જે રવપ્રયત્ન દુઃખનિવારણના કાર્યમાં એ મંથો ન રહે તે એનું મૃત્યુ પણ એ જ દુઃખમય અવસ્થામાં થનાર છે. | દુઃખની વ્યાપક્તા વિશે સ્પષ્ટ ખ્યાલ આવી શકે એ માટે પિતાના એના એક મૃત્યુ પામેલા પુત્રને સજીવન કરવાની તૃષ્ણમાં ભગવાન બુદ્ધ પાસે આવનાર સ્ત્રીને તેઓ જે માર્ગ સૂચવે છે એમાંથી સ્પષ્ટ થાય છે. જે ઘરમાં દુઃખને પડછાયે પ્રવેશ્યો જ ન હોય એવા ઘરથી એક મુઠ્ઠીભર રાઈ લાવવાનું કહેતાં, તે ઘર-ઘર ફરે છે. પરંતુ એવું એક પણ ઘર એ મેળવી શકતી નથી જ્યાં દુઃખ ના