________________ બૌદ્ધધર્મ 135 પરંતુ જે હકીકત છે એને રવીકાર કરવામાં જ બૌદ્ધધર્મ નિરાશાવાદી શી રીતે કહી શકાય? બૌદ્ધમત અનુસાર જગતમાં સર્વત્ર દુઃખ છવાયેલ છે, એ એક હકીકાત્મક કથન છે. માનવજીવનનું ધ્યેય દુઃખ છે એવું પ્રતિપાદન બૌદ્ધધર્મ કરતો નથી. માનવજીવનનું ધ્યેય નિર્વાણ છે અથવા મુક્તિ છે, જેને આદર્શ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. બૌદ્ધમતને એક વૈદ્યના મત સાથે સરખાવી શકાય. દેહમાં રગ રહેલે છે, એ એક હકીક્ત છે, પરંતુ એથી દેહ રોગિષ્ટ જ છે એવું વૈદ્ય કહેતા નથી. શરીરમાં રોગ હોય તે તેનું નિદાન કરવું જોઈએ અને એ નિદાન અનુસારની ચિકિત્સા કરવી જોઈએ. આને પરિણામે દેહમાંથી રોગ નાબૂદ થઈ ફરીથી પાછો દેહ તંદુરસ્ત બને છે અને તાજગી પ્રાપ્ત કરે છે. માનવજીવનમાં દુઃખનું અસ્તિત્વ એ એક હકીકત છે એમ બુદ્ધ રવીકારે છે. પરંતુ તેઓ જીવનને દુઃખ સાથે એકરૂપ બનાવતા નથી. જીવનનું સાચું હાર્દ મુક્તત્વમાં છે, દર્દમાં નહિ, જેમ જીવનનો આનંદ તંદુરસ્તીમાં છે અને રેશમાં નહિ. આથી જ બુદ્ધ દુઃખના કારણની તપાસ આદરે છે, એનું નિદાન સૂચવે છે અને એના પરિણામને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. દુઃખનિવારણના માર્ગની રજૂઆતમાં કે દુઃખનિવારણ પછી પ્રાપ્ત થતી અવસ્થા અંગે વિચાર કરતા બૌદ્ધમત નિરાશાવાદી છે એમ શી રીતે કહી શકાય ? બીજી રીતે કહીએ તે બેમત ખૂબ આશાવાદી છે. કારણ કે એ મતાનુસાર પ્રત્યેક વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે એમ માને છે. એટલું જ નહિ પરંતુ એ નિર્વાણપ્રાપ્તિમાં એને અન્ય કોઈને આશરે લેવાની જરૂરિયાત નથી એમ પણ એ રવીકારે છે. આ દૃષ્ટિએ જોતા પ્રત્યેક માનવી સમક્ષ બૌદ્ધધર્મ એક આશાનો દીપ પ્રગટાવે છે જેની જ્યોતે માનવ પિતાનું જીવન ધન્ય બનાવવા પ્રયત્નશીલ રહે છે. 3. બૌદ્ધધર્મના પાયા : જે ત્રણ મુખ્ય બાબતો પર બૌદ્ધધર્મ આધારિત થયો છે તે નીચે મુજબ છે : (1) અનિક (2) દુઃખ (3) અત્ય સૃષ્ટિમાં કાયમનું કંઈ જ નથી. લગાતાર પરિવર્તન એ જ સૃષ્ટિનો ક્રમ છે અને એ જ એને નિયમ છે. સાતત્ય શક્ય નથી. જે કંઈક અત્યારે છે એ પળ