________________ 23 બૌદ્ધધર્મ 1. સામાન્ય : વધમાનની જેમ ગૌતમ બુદ્ધ પણ હિંદુ ક્ષત્રિય રાજવંશમાં જન્મ્યા હતા. એમના જીવન વિશેની વિવિધ દંતકથાઓ પ્રચલિત છે. યુવાકાળ સુધી જગતના દુઃખદાયી અનુભથી એમને પ્રયત્નપૂર્વક દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ સાચી સુષ્ટિનાં દર્શન થતાં એમનો જીવનપલટો થયો અને રાજ્યનો ત્યાગ કરી તેઓ સત્યની શોધમાં નીકળ્યા. પિતાના ધર્મમાં જ કરતા આવું કઈ સત્ય એમને ન લાધતાં એમણે પિતાના જન્મ-ધર્મને વિરોધ કર્યો. તત્કાલીન પ્રવર્તમાન બ્રાહ્મણ સામ્રાજ્યવાદથી તેઓ તંગ આવી ગયા અને બ્રાહ્મણવર્ગની સામે માત્ર વિરોધ જ નહિ પરંતુ એક પ્રકારની સૂગ પણ કેળવાઈ. સ્વર્ગના દ્વાર બ્રાહ્મણ ખોલી શકે એને એમણે ઇન્કાર કર્યો. યજ્ઞમાં આચરાતી હિંસાનો એમણે વિરોધ કર્યો. વર્ણાશ્રમ ધર્મને અરવીકાર કર્યો અને રચનાત્મક રીતે માનવીએ પોતાની મુક્તિ પિતે જ સ્વપ્રયત્ન પ્રાપ્ત કરવાની છે એવો ચેસ અભિપ્રાય વ્યક્ત કર્યો. જૈનધર્મની જેમ બોદ્ધધર્મને પણ કેટલાક વિચારકે નૈતિક ધર્મ તરીકે આલેખે છે. તે એ કારણે કે બૌદ્ધધર્મમાં વિશ્વના સર્જક એવા કોઈ ઈશ્વરનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર નથી, તેમ જ એવા કોઈ ઈશ્વરને માટેની પ્રાર્થનાનું પણ સ્થાન