________________ 13 જૈનધર્મ 8. જન નીતિશાસ્ત્ર : કેટલાક વિચારક જૈનધર્મને નૈતિક ધર્મ (Ethical Religion) તરીકે ઓળખાવે છે. પરંતુ જૈનધર્મને માત્ર નીતિધર્મ તરીકે ઓળખાવ એ તેને અન્યાય કરવા બરાબર છે. શુદ્ધ આચરણ એ જ માત્ર એક ધ્યેય હોત તો કદાચ એ ધર્મને નૈતિક ધર્મ તરીકે ઓળખાવી શકાત. પરંતુ જીવન શુદ્ધિની સાથે જ જૈનધર્મ જીવનમુક્તિને આદર્શ તરીકે સ્વીકારે છે. એટલું જ નહિ, જીવનસિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે અથવા મુક્તિ પ્રાપ્ત કરવા માટે, જીવનશુદ્ધિ એ માત્ર માર્ગ છે એમ જૈનમત સ્પષ્ટપણે સ્વીકાર કરે છે. આથી, જેઓ જૈનધર્મને નૈતિક ધર્મ તરીકે ઘટાડે છે તે, એક માર્ગને, ધ્યેય તરીકે સ્વીકારવાનો દોષ કરે છે એ જોઈ શકાશે. આ કર્મસંપૂટની નાબૂદી માટે મન, વચન, વાણી અને કાર્યોની નિર્મળતા અથવા પવિત્રતાને જૈનધર્મ પૂર્વ શરત તરીકે સ્વીકારે છે અને આથી જ સિદ્ધત્વના આધ્યાત્મિક માર્ગે પગરણ માંડતા પહેલાં જીવનની પૂર્વતૈયારીરૂપે નૈતિક જીવનઘડતર જૈન મતાનુસાર અગત્યનું બને છે. એથી, સાધુઓને માટે અતિ કડક અને પ્રહરથીઓ માટે સામાન્ય એવી આચારસંહિતા જેનધર્મમાં આપવામાં આવી છે. આચારસંહિતા જન આચારસંહિતામાં નીચેના પાંચ મુખ્ય ત્રને સમાવેશ થાય છે. 1. અહિંસા : કઈ પણ જીવની હિંસા કરવી નહિ અથવા તે તેને કોઈ પ્રકારે ઈજા કરવી નહિ. 2. સત્ય : જે જેવું છે તેને તેવા જ તરીકે રજૂ કરવું એ સત્ય. જુઠાણું, દંભ, અસત્યને અભાવ એ સત્યની પૂર્વશરત. 3. અસ્તેય : કેઈની વસ્તુ પ્રહણ ન કરવી કે પોતાની ન બનાવવી એટલે કે ચોરી ન કરવી. 4. બ્રહ્મચર્ય : યુવાકાળે સહજ પ્રાપ્ત થતી ઇન્દ્રિય-લાલસામાં મગ્ન ન બનતા સંયમ જાળવે.