________________ જૈનધર્મ 6. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ : જૈનમતના પદાર્થની ચર્ચા કરતી વખતે આપણે એ જોયું કે સિદ્ધ છત્ર એ ઉચ્ચતમ કક્ષા છે અને છતાંય સામાન્ય જીવ તે બદ્ધ રવરૂપને જ છે. પ્રત્યેક બદ્ધ જીવને આદર્શ તે મુક્ત જીવ કે સિદ્ધ જીવ છે. આથી, અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બદ્ધ છવ શી રીતે સિદ્ધ જીવમાં રૂપાંતરિત થઈ શકે ? આવું રૂપાંતર ક્યારે થાય ? કેટલા સમયમાં થાય ? શી રીતે થાય ? આ બધા પ્રશ્નોને ઉત્તર આપવામાં જૈનમત ખૂબ સ્પષ્ટ છે. પ્રત્યેક જીવ સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. પરંતુ એ માટે પ્રયત્ન એને પિતાને જ હોવો જોઈએ. અન્ય કોઈ એને સિદ્ધવ પ્રાપ્તિના કાર્યમાં મદદરૂપ થઈ શકે નહિ - ઇશ્વર પણ નહિ. પ્રચલિત બ્રાહ્મણમત કેટલે અંશે જનમતને અરવીકાર્યું હતું એ આમાંથી રપષ્ટ થાય છે. મુક્તત્વની પ્રાપ્તિ એ કોઈ વ્યક્તિની કૃપા કે ઈશ્વરની દયા પર આધારિત નથી, પરંતુ દરેક જીવે પિતાનું સિદ્ધત્વ પિતે જ પ્રાપ્ત કરવાનું છે અને એ માટેની જરૂરી શક્તિ પ્રત્યેક જીવે પિતે જ કેળવવાની છે, એ ખૂબ સ્પષ્ટ રીતે જૈનમતમાં કહેવાયું છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પથ પર પ્રત્યેક જીવ એકલ પ્રવાસી છે. એ માર્ગ અનુસરતા બીજા અનેક જી હોવા છતાં કેઈપણું જીવને બીજા જીવને ટેકે પ્રાપ્ત થઈ શકે એમ નથી. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આ માર્ગમાં કેટલાંક સોપાને વિચારાયાં છે. જૈનધર્મમાં સૂચવાયેલાં આ પાનને આપણે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ. સિદ્ધ (Liberated soul ) તીર્થકર (Omniscient teacher). આચાર્ય (Preceptor) | ઉપાધ્યાય (Pracher) સાધુ (Monk) | ધર્મ 9