________________ 128 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પદાર્થ–પદાર્થ વચ્ચેના સંગને પરિણામે જ પરિવર્તન થાય છે એમ આપણને એ સમજાવે છે. જનધર્મ અને બૌદ્ધધર્મમાં પરિવર્તનની પ્રક્રિયાને સ્વીકાર થયું છે અને છતાં એ પ્રક્રિયાને બંને જુદી જુદી રીતે ઘટાડે છે અને વિવિધ રીતે સમજાવે છે. સાતત્યનો સ્વીકાર અને એમાં પરિવર્તન એ જનમતની વિશિષ્ટતા છે. સાતત્યનો ઈન્કાર અને સદંતર પરિવર્તનને સ્વીકાર એ બૌદ્ધમતની વિશિષ્ટતા છે. આ ભેદ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ માટે સમગ્રતયા એક નજર બંને મત પર નાંખવી જરૂરી છે. જૈનમત તક વ્યાપાર પર આધારિત છે અને એથી તનુસાર જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તે જૈનમતમાં સ્વીકાર પામી છે. સાતત્ય અને પરિવર્તન બંનેને એક સાથે રવીકાર–બંનેની સમન્વયકારી સમજણ. મત મને વૈજ્ઞાનિક અનુભવ પર આધારિત છે અને એથી એ મત પરિવર્તનને પુરસ્કર્તા બને છે અને સાતત્યનો ઇન્કાર કરે છે. જેટલે અંશે સાતત્યનો સ્વીકાર તેટલે અંશે પરિવર્તનની સંભવિતતાને અરવીકાર. આમ, જૈનમત જ્ઞાનમીમાંસા પર અને બૌદ્ધમત મનોવિજ્ઞાન પર આધારિત હોય એમ લાગે છે. 5. ઈશ્વરનું સ્થાન સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે જૈનમત નિરિશ્વરવાદી છે. સર્જનહાર ઈશ્વર તરીકે જૈનમત ઈશ્વરને સ્વીકાર કરતો નથી, અને છતાંય એક આદર્શના સ્વીકાર તરીકે, મુક્તાત્માને તેઓ એક આધ્યાત્મિક આદર્શ તરીકે રવીકારે છે. અને એમની પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત થઈ શકે છે એમ માનવામાં તેઓ એને ઈશ્વર તરીકે સ્વીકાર કરે છે. આમ. જૈન મતાનુસાર ઈશ્વર કઈ એવી શક્તિ નથી જે માનવીને સહાય કરી શકે કે એને નુકસાન કરી શકે. મુક્તાત્મા તે એની સમક્ષ પોતે સિદ્ધ કરવાના એક આદર્શ સમાન જ છે અને એ આદર્શને અનુલક્ષીને પોતે પોતાનું જીવનઘડતર કરવાનું હોય છે. જૈનધર્મની પૂજા, પ્રાર્થના અને ધ્યાન આ જ અર્થમાં ઘટાવવાને છે. અહીંયાં આપણે એ સ્પષ્ટપણે જોઈ શકીશું કે ઈશ્વરની દિવ્યતાને જે ખ્યાલ આપણને હિંદુધર્મમાં પ્રાપ્ત થાય છે તે આ ધર્મમાં પ્રાપ્ત થતા ખ્યાલ કરતાં જુદો છે. આ પ્રશ્નની તુલનાત્મક ચર્ચા આપણે અત્યાર પછી હાથ ધરીશું.