________________ જૈનધર્મ 127 ખ. મુક્ત જીવ : જે જીવ સંસારના બંધનથી મુક્ત છે અને સંસારથી નિર્લેપ છે એ જીવો મુક્ત જીવ તરીકે ઓળખાય છે. 4. અજીવ પદાર્થ : જનમત ચાર પ્રકારના અજીવ પદાર્થ સ્વીકારે છે. ક. પુડગલ ખ. ધર્મ-અધર્મ ગ. આકાશ ઘ. કાલ આમ, પુડગલ (Matter) અથવા દ્રવ્ય, ધર્મ, અધર્મ (Principles of motion & rest ), 2413121 (Space ) 242 $141 (Time) 2 2112 અજીવ પદાર્થ છે. આ પદાર્થો અજીવ છે, કારણ કે એમનામાં કઈ ચેતના નથી તેમ જ એમને કોઈપણ પ્રકારનું બંધન કે મુક્તત્વ નથી અને આમ છતાં આ પદાર્થો અસ્તિત્વમાન છે, સત્ય છે અને અનંત છે. આથી જે મહત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે જીવે અને અછવા પદાર્થ વચ્ચેનો સંબંધ શો? જીવ અને અજીવ પદાર્થોનું સર્જન શી રીતે થયું ? કયારે થયું ? અને કોણે કર્યું? 4. સૃષ્ટિ સર્જન : - જનમત પ્રમાણે મહત્ત્વના પદાર્થો અનાદિ છે અને એથી એમના સર્જનને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આથી જેનામત માટે કેઈ સર્જનહારનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. આટલા જ માટે કોઈ પરમતત્ત્વ આ સૃષ્ટિના સર્જનહાર તરીકે કે સંહારક તરીકે ઈશ્વરસ્વરૂપે અસ્તિત્વમાન છે એવા મતને સ્વીકાર અહીંયાં થતું નથી. પરંતુ અહીં બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પદાર્થો અનંત હોવા છતાં તેમ જ એમનું સાતત્ય જળવાયા છતાં એમાં પરિવર્તન થતું જ રહે છે એવો સ્વીકાર જનમતમાં થયો છે તે આપણે આગળ જોયું. એથી જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે આવું પરિવર્તન શી રીતે નીપજે છે? પરિવર્તનની પ્રક્રિયા સમજાવવાને માટે પણ જનમત કઈ દિવ્યતત્ત્વ આશરે શોધતો નથી.