________________ ૌદ્ધધર્મ 137 હાય. દુઃખની વ્યાપક્તાને આથી સ્પષ્ટ ખ્યાલ આવે છે અને ભગવાન બુદ્ધનું પરમ વાકય “સર્વમ્ વહુ મ્ સુર્યમ્ સુર્યમ્' એને પ્રત્યક્ષ થાય છે. હકીક્ત તરીકે દુઃખ અનુભવાય છે, એથી એને સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ દુઃખના સ્વીકારમાત્રમાં એના નિરાકરણ માગ શી રીતે પ્રાપ્ત થાય ? આથી જ બુદ્ધ દુ:ખના કારણની તપાસ આદરે છે. દુઃખ સમસ્ત સૃષ્ટિમાં અને પ્રત્યેક જીવમાં વ્યાપ્ત એક હકીક્ત હોવા છતાં એ સૃષ્ટિ-તત્ત્વ-સ્વરૂપ કે વ્યક્તિતત્ત્વ-સ્વરૂપ નથી. દુઃખના કારણની શોધ બુદ્ધ મનોવૈજ્ઞાનિક રીતે આદરે છે. ખ સમુદયસ : આ બીજુ આર્ય સત્ય દુઃખના કારણની અને તેના મૂળની સમજ આપે છે. માનવમનમાં સમાવિષ્ટ તૃષ્ણ સર્વ દુઃખના મૂળમાં છે એમ આ સત્ય આલેખે છે. ઇન્દ્રિયસુખ માટેની તૃષ્ણા કે પછી આ સૃષ્ટિમાં અસ્તિત્વ માટેની ઝંખના અથવા તે પૂછી દેવલોક, બ્રહ્મલેક યા ઇતરલેકમાં રહેવાની ઝંખના એ બધી જ ઝંખના એક જ પ્રકારની તૃષ્ણા જેવી છે. આવી તૃષ્ણા જ અલ્પજીવી આનંદની ઝાંખી કરાવે છે અને જેમ જેમ તૃષ્ણ સંતોષાય તેમ તેમ તૃષ્ણના પ્રમાણમાં વધારો થતો રહે છે. આમ, સર્વ દુઃખનું મૂળગામી કારણ “તન્હા” કે “તૃષ્ણ” છે. પરંતુ, માનવમાં તૃષ્ણા આધિપત્ય શી રીતે જમાવે છે? વ્યક્તિમાં જયારે “અહં'ને આવિર્ભાવ થાય છે, અને એના સમગ્ર જીવનનું કેન્દ્રબિંદુ “અહં” અખત્યાર કરે છે ત્યારે “અહં'ના સંતોષને માટે “અહં' જે તૃષ્ણા કરે છે એને સંતોષવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે. આમ કરીને વ્યક્તિ દુઃખના માર્ગે ઘસડાય છે. આ અર્થમાં સુખપ્રાપ્તિની તૃષ્ણ, એ પણ ખરી રીતે દુઃખમય હોય છે. એક તૃષ્ણાને સંતોષ બીજી અનેક એવી અન્ય તૃષ્ણાઓને જન્મ આપે છે. તૃષ્ણાને સંતોષ ક્ષણભંગુર સંતોષ આપે છે, એમાંથી નવી તૃષ્ણનો જન્મ થાય છે, અને એમ ને એમ તૃષ્ણ, સ્વલ્પ સુખની પ્રાપ્તિ, “અહં ને સંતોષ, એવું એક વિસ્તરતું વિષચક્ર સર્જાયે જાય છે, અને જેમ જેમ વ્યક્તિ આ વિષચક્રમાં વધુ ને વધુ અટવાય છે તેમ તેમ વ્યક્તિ સ્વરૂપસિદ્ધિની પ્રાપ્તિથી દૂર ને દૂર હડસાયે જાય છે. ગ. નિરોધસચ્ચ : પ્રત્યેક વ્યક્તિને તૃષ્ણ હોય છે, અને તૃષ્ણ જ સર્વ દુઃખનું મૂળ હોય તે તૃષ્ણના - ત્યાગમાં દુઃખનિવારણને માગ લાધે . આ જ બાબતને બોધ આ ત્રીજું સત્ય આપે