________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન હોઈ પિતે એક નવા ધર્મની સ્થાપના કરી. પિતાની જાત ઉપર તપ દ્વારા વિશિષ્ટ, પ્રકારની વીરત્વભરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર તરીકે વર્ધમાન “મહાવીર' તરીકે ઓળખાયા અને એમણે રથાપેલે ધર્મ_જનધર્મ તરીકે ઓળખાયે. નવા ઉપસ્થિત થયેલા જૈનધર્મ અને હિંદુધર્મના દીર્ઘકાલીન સહઅસ્તિત્વને લીધે અરસપરસની શી અસર થઈ એની વિચારણું આપણે આગળ ઉપર હાથ ધરીશું. 4. ગૌતમ વર્ધમાનની જેમ ગૌતમ પણ હિંદુ ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યા હતા એમના બાળપણ અંગેની અનેક વાતો પ્રચલિત છે. એમના જીવનના મહાભિનિષ્ક્રમણ પછીને પલટી ખૂબ મહત્વનું છે. હિંદુધર્મના પ્રચલિત સ્વરૂપના નિકટ પરિચયમાંથી એમને હિંદુધર્મ માટે અસંતોષ ઉત્પન્ન થયો. એમના અસંતોષનાં મુખ્ય કારણોમાં પેઢી દર પેઢી ચાલી આવતી વર્ણવ્યવસ્થા હતી વર્ણવ્યવસ્થા સામે એમને અસંતેષ તીવ્ર હતો. તે સમયના પતન પામેલા ગેરવર્ગના વર્તને એમના અસંતોષની તીવ્રતામાં વધારો કર્યો. યજ્ઞમાં જે પ્રકારે બલિઓ આપવામાં આવતા અને યજ્ઞના નામે તેમજ અહિક તથા પારલૌકિક સિદ્ધિની પ્રાપ્તિને માટે પશુવધથી ગૌતમને સંવેદનશીલ આત્મા દ્રવી ઊઠયો. એમણે એમ પણ સમજાવ્યું કે આ બધાં અનિષ્ટોનું એક કારણ એ પણ ખરું કે હિંદુધર્મનાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયેલ હોઈ સામાન્ય જનસમુદાયને એ બંધ-પુસ્તક સમાન હતા. આ બધાં કારણોને લીધે એમણે પણ હિંદુધર્મની સામે પોતાને વિધ. સ્પષ્ટ કર્યો. આ ઉપરાંત ગૃહત્યાગ પછીના એમના વિવિધ જીવન-અનુભએ એમને જે કંઈ દર્શન લાધ્યું એ બધુંયે એમણે એમના વક્તવ્યમાં રજૂ કર્યું. તત્કાલીન હિંદુસમાજને બુદ્ધના વિચારે અરવીકાર્ય માલૂમ પડયા, એથી એક નવા ધર્મને ઉદય થયે, અને બુદ્ધના નામ ઉપરથી એ ધર્મ બૌદ્ધધર્મ તરીકે ઓળખાયો. પરંતુ કાળાનુક્રમે બૌદ્ધધર્મના કેટલાક સારા અંશે હિંદુધર્મમાં અંગીકાર, પામ્યા અને એથી હિંદુધર્મ સમૃદ્ધ પણ બને. પરંતુ એ નવા રવરૂપને ધર્મ બૌદ્ધધર્મપંથમાં વળેલા હિંદુઓને આકરી શક્યો અને એથી ભારતમાંથી ધીમે ધીમે બૌદ્ધધર્મ લગભગ અદશ્ય થયે. આથી જ કદાચ ડૉ. રાધાકૃષ્ણન કહે છે? ભ્રાતૃભાવભર્યા આલિંગનથી હિંદુધર્મે બૌદ્ધધર્મને વિનાશ કર્યો.” 5. ઇન્ડિયન ફિલસોફી, ધી યૂરહેડ લાઈબ્રેરી ઓફ ફિલોસોફી, 1941, પ્ર થ 1, પ્રક 10, . . . . .' ' ' -