________________ હિંદુધર્મ 75. જે નિદ્રાવરથા હોય તે એ જાણીને વર્ણવી શકતા નથી. રવખરહિત ચેતનાવરથા એ આવા પ્રકારની એક અવરથા છે. જીવાત્માનું દૈહિક રવરૂપ, દૈહિક તત્ત્વો ઉપરવટ જઈ ને, માનસિક ચેતનના ઊર્વ પ્રદેશમાં વિહાર કરે, ત્યારે માનવચેતના ઇશ્વર રવરૂપની નિકટતમ આવે છે એમ હિંદુધર્મમાં પ્રબોધાયેલ યોગના માર્ગો . આપણને સૂચવે છે. 3. નૈતિક : વ્યક્તિ પિતે જે કર્તવ્ય કરે છે તેના પરિણામરૂપ એનું નૈતિક સ્વરૂપ ઘડાય છે. વ્યક્તિનું આવી રીતે ઘડાયેલ નૈતિક સ્વરૂપ ત્રણ પ્રકારનું હોઈ શકે. ક, સાત્વિક : એવી વ્યક્તિઓ જેમનામાં સક્ષુણ, જ્ઞાન, સ્વાર્થ ત્યાગ અને ઉત્તમતાના ગુણ હોય. ખ. રાજસિક : એવી વ્યક્તિઓ જેમનામાં જીવનને માણવાની લગન અને જિજ્ઞાસા હોય અને જેઓ લક્ષ્મી, સત્તા અને સ્થાનની પ્રાપ્તિ માટે અહર્નિશ પ્રયત્નશીલ હોય. ગ. તામસિક : એવી વ્યક્તિઓ જેમનામાં અવગુણ, અજ્ઞાન, લાભ, આળસ, શુષ્કતા પ્રધાનપણે હાય. આમ, વ્યક્તિના નૈતિક અંગ વિશે આપણે એ જોઈશું કે પિતાનાં કાર્યોને આધારે વ્યક્તિ પિતાને જેવી ઘડે છે તેવું નૈતિક સ્વરૂપ તે પામે છે. એ પણ સ્પષ્ટ થશે કે જીવાત્માની અંદર સમાવિષ્ટ અંતર્યામીને ઓળખવાની સંભવિતતા જેટલી સાત્ત્વિક વ્યક્તિમાં છે એટલી રાજસિકમાં નથી અને જેટલી રાજસિક વ્યક્તિમાં છે એટલી તામસિકમાં નથી. પરંતુ વ્યક્તિએ સાત્વિક, રાજસિક કે તામસિક થવું કે રહેવું એને આધાર વ્યક્તિના પિતાના ઉપર છે એ હકીક્ત વધુ સ્પષ્ટ રીતે તે આપણે કર્મને સિદ્ધાંત તપાસ્યા બાદ સમજી શકીશું. જીવાત્માનું તાત્ત્વિક સ્વરૂપ : એના તાત્વિક રવરૂપમાં જીવાત્મા ચેતનવંત અને અમર અરિતત્વ છે અને ક્રોઈપણ દેહિક યા માનસિક વિશેષતાઓથી એને મર્યાદિત કરી શકાય નહિ. વળી એના મૂળ તાવિક રવરૂપમાં જીવાત્મા અપરિવર્તનશીલ છે અને એથી એનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કે ગતિને સ્થાન નથી. આ રીતે તાત્ત્વિક દષ્ટિએ વિચારતા જીવાત્મા અથવા આત્મા દેહ કરતા. ભિન્ન છે અને માત્ર દેહથી જ શા માટે, ઈન્દ્રિયે, મન અને બુદ્ધિ એ સર્વથી.