________________ હિંદુધર્મ 113 રવરૂપને પરિણામે એક પ્રકારને પ્રતિકાર થશે અને નવમી સદીની શરૂઆતમાં પ્રથમ કાશ્મીર શાખાની શરૂઆત થઈ અને ત્યાર પછીનાં સો વર્ષ બાદ બીજી કાશ્મીર શાખાની સ્થાપના થઈ. આ બંને શાખાઓ એમના બોધ અને વિધિમાં ઘણી સૌમ્ય છે અને શંકરની શાખાની એમના પર અસર હોય એ સંભવે છે. આમ છતાં, શંકરના અંતમાંથી એ શાખાઓ છૂટકારો મેળવે છે અને મુક્ત જીવોને સ્વતંત્ર વ્યક્તિગત અસ્તિત્વ અર્પે છે. બારમી સદીની અધવચમાં શૈવમતમાં એક વધુ સુધારે આકાર લે છે અને લિંગાયત સંપ્રદાય ઉદ્દભવે છે. આ સંપ્રદાયના તાત્વિક સિદ્ધાંત છે: ઈશ્વર સવંત આનંદરૂપ છે તેમ જ તે સૃષ્ટિના સર્જક, સંચાલક અને ઉદ્ધારક છે. જીવ એ ઈશ્વર સાથે આનંદમય એકત્વને અનુભવ કરી શકે છે, સિવાય કે જીવ દુનિયામાંથી પિતાની જાતને સંકેલી શકે. પરમાત્માની ભક્તિપૂર્વકની આરાધના કરે અને ઇશ્વરનું સંપૂર્ણ શરણ સ્વીકારીને ઈશ્વરને સર્વત્ર નીરખે. એ સંભવ છે કે રામાનુજ સંપ્રદાયના સિદ્ધાંતની આ વિચારધારા પર અસર થઈ હોય. આમ છતાં લિંગાયતનું હાઈ લડાયક છે અને બ્રાહ્મણ વગંથી તેઓ પિતાને એક સ્વતંત્ર જૂથ તરીકે સ્થાપે છે. આમ છતાં, આ બધી શૈવધર્મની શાખાઓના અસ્તિત્વ દરમ્યાન પણ સામાન્ય લેકેએ તો એ શાખાઓના ઉધને અનુલક્ષ્યા સિવાય રુદ્ર શિવની આરાધના કરી જ છે. પિતાની પત્ની પાર્વતી અથવા ઉમા સાથે શિવ સંલગ્ન છે. કેનેપનિષદમાં પાર્વતીને પણ ઉપકારક અને અદ્ભુત સ્વરૂપ અપાયું છે. પરંતુ જેમ આદિમ તત્ત્વને પરિણામે રુદ્ર શિવનું સ્વરૂપ કલ્પાયું હતું એમ પાર્વતીની સાથે પણ એક ભયાનક દેવી સ્વરૂપે સાંકળવામાં આવે છે, અને પ્રાણુ અને માનવભાગ દ્વારા એને સંતોષી શકાય એવી રજૂઆત થાય છે. પરંતુ માનવમાં રહેલ લાલસાને પરિણામે એ દેવીને ત્રિપુરાસુંદરી તથા લલિતાને નામે સૃષ્ટિના સર્જક તરીકે સ્વીકારવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે મૂળ મુદ્ર શિવની ભાવનામાં રહેલું રૌદ્ર વરૂપ અને સૌમ્ય શિવ રવરૂપ શિવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપતો રહ્યું છે. આમ છતાં, છેલ્લી ઘેડી સદીઓમાં શિવનું રૌદ્ર સ્વરૂપ બાજુ પર ઠેલાઈને ભેળા શંભુરૂપે શિવભક્તિ આજે સામાન્ય જનસમુદાયમાં પ્રચલિત છે. ધર્મ 8