________________ 119 હિંદુધર્મ અને એ જ મનુષ્ય સ્વરૂપે ગુરુ તરીકે પ્રકટ થઈ દીક્ષા આપે છે, મંત્ર આપે છે અને તંત્રવિધિ દ્વારા ઈશ્વરસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધના શીખવે છે. તાંત્રિક પ્રકાર બે છે–દક્ષિણ અને વામ. દક્ષિણમાર્ગ એ પ્રવૃત્તિમાર્ગ છે અને ઉત્તમ પ્રકારની સાધનાને માટે એ અનુકૂળ છે. વામમાર્ગ એ નિવૃત્તિમાર્ગ છે. સામાન્યતઃ વામમાર્ગની સમજમાં તંત્ર ઉપાસનામાં સમાવિષ્ટ પંચમકાર (મ, મદિરા, માંસ, મુદ્રા અને મૈથુન) અનુસારને આચાર એવો થાય છે. આને મુકાબલે દક્ષિણમાગ શુદ્ધ ભાગ તરીકે ઓળખાય છે. તંત્ર અનુયાયીઓ માને છે કે તેમના શાસ્ત્રમાં આપવામાં આવેલા નિયમોનું પાલન કરીને તંત્ર અનુયાયો અહસ્થજીવન જીવવા છતાં ઉચ્ચતર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રજ્ઞાન, શબ્દબ્રહ્મ વિશે બોધ આપી શકે પરંતુ માત્ર વિવેકથી જ પરમબને અનુભવ કરી શકાય. તંત્રબોધ અનુસાર સર્જક બ્રહ્મા, સંચાલક વિષ્ણુ અને સંહારક શિવ બધા જ નાશવંત છે. એકમાત્ર પરમ સત્ય જ ચિરકાલ ટકી રહે છે. જે સાધકે તંત્રવિદ્યાનું આ જ્ઞાન સાચી રીતે પ્રાપ્ત કર્યું હોય અને એની રતઓનું અનુકરણ કર્યું હોય એને બ્રહ્મજ્ઞાન લાધે છે. પ્રત્યેક ધર્મમાં આવા અનેક સંપ્રદાય હોય છે. ધર્મની એ જ જીવાદોરી છે ધર્મનું પલટાતું સ્વરૂપ એમના દ્વારા જ સમજી શકાય છે. ધર્મની ગતિશીલતા અને એનું ચેતનપણું એમાં જ પ્રત્યક્ષ થાય છે. પ્રત્યેક ધર્મના વિવિધ સંપ્રદાયોને તુલનાત્મક અભ્યાસ ખૂબ જરૂર છે. પરંતુ તે આ પુસ્તકની મર્યાદા બહાર છે. આવો સ્વતંત્ર અભ્યાસ હાથ ધરાય તે ધર્મપ્રવાહની સવિશેષ સમજૂતી પ્રાપ્ત થાય. હિંદુધર્મના સંપ્રદાયની અત્રે કરેલી ટૂંક રજૂઆત માત્ર નમૂનારૂપ છે અને પુરતની કદમર્યાદાને કારણે પ્રત્યેક ધર્મના સંપ્રદાયની આવી અને આટલી રજૂઆત કરી શકાય એ સંભવિત નથી. હિંદુધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ ઈલયટ, સર ચાર્લ્સ : હિંદુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, રૂટલેજ એન્ડ કોગનલ, લંડન, 1954. મેલે, એલ. એસ. પિગ્યુલર હિંદુઈઝમ, ધી રિલિજિયન ઓફ માસીસ, કેબ્રિજ, 1935.