________________ 118 ધર્મનું તુલનાત્મક અધ્યયન એના ઈષ્ટ રૂપમાં કેટલીક વેળા પ્રાપ્ત થતી નથી. સાચા સ્વરૂપમાં શાક્ત સંપ્રદાય સમજવામાં આવે તે વ્યાવહારિક ધર્મનું સ્વરૂપ કેવું હોઈ શકે એનો આપણને એમાંથી સચેટ ખ્યાલ આવી શકે. 2. તંત્ર સંપ્રદાય તંત્ર મતાનુસાર શક્તિ વિના શિવ જવરહિત મુડદા સમાન છે. કારણ કે શક્તિ વિના જ્ઞાન ગતિશીલ બની શકે નહિ. તંત્ર અનુયાયીઓ શિવ અને શક્તિને ભિન્ન ગણતા નથી અને એકનું બીજ વિનાનું અસ્તિત્વ શક્ય નથી એમ માને છે. કેટલીક વેળા શિવને પુરુષ તરીકે અને શક્તિને સ્ત્રી તરીકે ઉલ્લેખવામાં આવે છે, પરંતુ એકેય પુરુષ કે સ્ત્રી કે નાન્યતર નથી. તંત્રને ક્રિયાયોગ સાથે સંબંધ છે. વૈદિક સિવાયની પુરાણકાળમાં ઉદ્ભઃ પામેલી ક્રિયાને તાંત્રિક ક્રિયા તરીકે ઓળખાવાય છે. વૈદિક ક્રિયાને આથી નિગમ તરીકે અને તંત્ર ક્રિયાને આગમ તરીકે ઓળખાવાય છે. તંત્ર એક એવી પ્રક્રિયા છે જે વડે રહસ્યને મંત્ર અને ક્રિયા દ્વારા પામી શકાય. આથી તત્ત્વજ્ઞાન અને ગશાસ્ત્ર બંનેને તંત્રમાં અનુભવ થાય છે.. તંત્રક્રિયાના હાર્દમાં છૂપાયેલ ગુપ્ત વિદ્યા તત્ત્વજ્ઞાન દ્વારા જાણી શકાય છે. પરંતુ તંત્રની ક્રિયાવિધિ અસરકારક રીતે કરવાને માટે ન્યાસ, ધ્યાન વગેરે ગસિદ્ધિઓને ઉપયોગ કરવો જરૂરી છે. આમ, તત્ત્વજ્ઞાન દ્વારા ગુપ્ત વિદ્યા જાણી ગ્ય વિધિ અનુસાર કર્મવિધિ આચરી બહ્મ એકત્વ પ્રાપ્ત થઈ શકે છે એમ તંત્ર રવીકારે છે. વૈદિક યજ્ઞ અને તાંત્રિક કર્મ વચ્ચે થોડો ભેદ છે. તંત્રમાં તંત્ર ઉપાસનાના બ્રહ્મભાવ, ધ્યાનભાવ, જપસ્તુતિ અને પૂજા એવા ચાર પ્રકાર છે. વૈદિક યજ્ઞ, સમૂહમાં થઈ શકે તેમ તંત્રવિધિ પણ સમૂહમાં થઈ શકે. વેદિક યજ્ઞની જેમ તાંત્રિક વિધિમાં પણ સ્ત્રીઓ ભાગ લઈ શકે. તંત્રની વિધિ બૌદ્ધધર્મની મહાયાન શાખામાં પણ પ્રવેશી છે. મહાયાન શાખાની એક મુખ્ય શાખાને વ્રજ્યાન અથવા તો મંત્રથાન તરીકે ઓળખવામાં આવે છે. આ મંત્રયાન શાખાના વિવિધ સંપ્રદાય પ્રાપ્ત છે. શ્રાવક્યાન, પ્રત્યેક બુધ્યયન, બોધિસત્વયાન, ગતંત્રયાન, ક્રિયાતંત્રયાન, ઉપાયતંત્રયાન, મહાયોગતંત્ર, અનુત્તરગતંત્ર અને અતિગતંત્ર. આ દરેક યાનમાં ચાર સિદ્ધાંતો દૃષ્ટિપાદ, ધ્યાનપાદ, ચર્યાપાદ અને ફલપાદનો સમાવેશ થાય છે. તંત્ર મતાનુસાર ગુરુનું સ્થાન વિશિષ્ટ છે અને ગુરુ વિના દીક્ષા કે મંત્રની સમજ પ્રાપ્ત થતી નથી. આમ છતાં, સાચો ગુરુ તે આદિનાથ મહાકાલ જ છે.