________________ 116 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પૂર્વગ્રહ બંધાઈ ગયે. ઐતિહાસિક દૃષ્ટિથી હાલને હિંદુધર્મ જે રૂપમાં છે તે રૂપમાં રચવામાં બૌદ્ધધર્મ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાને મોટો હિસ્સો આપે છે. વૈદિક પશુને લેપ, અહિંસાનું પ્રાધાન્ય, જગતનું મિથ્યાત્વ વગેરે હાલના હિંદુધર્મના સિદ્ધાંતને સીધે વાર વેદમાંથી નીકળી આવે એમ નથી, પરંતુ વચલા કાળના બૌદ્ધધર્મની આડકતરી અસરનું પરિણામ છે. બુદ્ધ ભગવાનને વિષ્ણુના અવતારમાં પુરાણોમાં ગણના કરી અને જગતની માયામમતા અથવા મિથ્યાત્વને સિદ્ધાંત મહાયાનના બૌદ્ધોએ ન્યાયપુરસર રચેલે તે શાંકર વેદાંત જેવો ને તે સ્વીકાર્યો. આ કારણથી શાંકર-અદ્વૈત દર્શન ઉપર ચુસ્ત સનાતન વેદવાદીઓએ પ્રછિન્ન બૌદ્ધપણાનો આક્ષેપ કર્યો. આ મુદ્દાઓ નિષ્પક્ષપાત દૃષ્ટિએ હિંદુઓએ ખાસ વિચારવા જેવા છે, અને બૌદ્ધધર્મે હિંદુઓને જે આપ્યું છે તેની અવગણના કરવા લાયક નથી. પ્રાચીન સાંખ્યદર્શનની અસર બૌદ્ધ આગમ ઉપર અને ભગવાન બુદ્ધને જીવન ઉપર થઈ. તે પસંગે બ્રાહ્મણોએ બુદ્ધને ભૂમિકા રચી આપી અને બુધ ચાર આયંસમાં દુઃખ સત્ય, દુઃખ–સમુદય સત્ય, નિરોધ સત્ય અને માર્ગ સત્ય બ્રાહ્મણોના સાંખ્ય સિદ્ધાંતને નામાંતરે સ્વીકાર કરી પિતે નવો અષ્ટાંગ માગ સ્થા, ત્યાર પછી બૌદ્ધધર્મો વિજ્ઞાનવાદને આશરો લઈ આ દશ્ય-જગત માયા. ત્યાર પછી નિત્યસિદ્ધ ઈશ્વરવાદની બૌદ્ધોએ અવગણના કરવાથી શાંકરેદાંતના નિત્યસિદ્ધ બ્રહ્મવાદે ક્ષણિક વિજ્ઞાનવાદને પાછો હઠાવ્યો અને બૌદ્ધમતના ગ્રાહ્ય અંશેને. પૌરાણિક હિંદુધર્મમાં બ્રાહ્મણોએ પ્રવેશ કરાવ્ય; બૌદ્ધધર્મની સ્વતંત્ર ઉપગિતા ભારતવર્ષમાં લય પામી, પરંતુ ભારતવર્ષમાં લય પામવાના સંધિએ બૌદ્ધધર્મના વગેરે બૌદ્ધધર્મવાળા દેશોમાં ઘણું ફેલાયું.” | મૂળ સ્વયં-પ્રકાશ વસ્તુને ધમી તરીકે રવીકારતા શિવસંજ્ઞા અપાય છે અને ધર્મ તરીકે સ્વીકારતા શક્તિસંજ્ઞા અપાય છે. પ્રકાશ અને વિમર્શ—વિજ્ઞાન અને વેધ બંને એક જ વસ્તુની બે બાજુઓ છે અને આથી શિવ તથા શાક્ત દર્શન અદ્વૈતવાદી છે. પરંતુ શૈવ-શાકત દર્શનમાં શિવ પોતે જ પોતાની શક્તિ વડે. જગતના વૈચિત્ર્યને ધારણ કરી અનેક ભાસે છે એવું માનવામાં આવે છે. આ શૈવ-શાકત અંતમાં વેદાંતના જેવું પ્રપંચનું મિથ્યાપણું નથી, ન્યાય વૈશેશિકના જેવું આરંભવાદને આશરે લઈ જગતનું કાર્યવ નથી, સાંખ્યયોગના જેવું પરિણામવાદને આશ્રય લઈ અનેક વિકારવાળું જગતનું રૂપ નથી, બૌદ્ધોના.