________________ હિંદુધર્મ 117 જેવું વિશ્વ અસત પણ નથી–પરંતુ વિલક્ષણ સ્વરૂપ, ચમત્કારરૂપે અદ્વૈતભાવ છે. આ સ્વરૂપ ચમત્કારમાં પ્રસંગે પ્રકાશભાવ આગળ પડે છે ત્યારે શિવપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે વિમર્શ ભાવ (આત્મપરામર્શ ) આગળ પડે છે ત્યારે શક્તિપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે પ્રકાશ અને વિમર્શ સમભાવે હોય છે ત્યારે બહ્મભાવ ભાસે છે. જડ, ચેતન વગેરે વિભાગ વસ્તુતઃ નથી, પરંતુ અત ભાવમાં ચઢવા સારુ શક્તિની પાયરીઓ છે. દેખાતા જડજગતની શક્તિને અધિભૂત પ્રકૃતિ-શક્તિ નામ આપવામાં આવે છે, દેખાતા જહાજ જીવતા શરીરમાં અધ્યાત્મ પુરુષ શક્તિ રહેલી છે; તેના અંતર્યામી તરીકે શુદ્ધાવાનિ શિવ-શક્તિ (ચિન્મયી અને આનંદમયી) રહેલી છે; જ, જગત અને ચેતનબદ્ધ પુરુષની શક્તિઓનો સંબંધ કરાવનારી ત્રીજી અધિદેવ માયા-શક્તિ (વૈષ્ણવી) રહેલી છે. ટૂંકમાં, કોઈપણ પદાર્થ શક્તિ વિરહિત એટલે કાર્ય પ્રતીતિ કરવામાં અસમર્થ નથી. સ્વયંભૂ બ્રહ્મતત્વ શક્તિના વિસગ વડે અનેકાકાર થાય, શક્તિના બિંદુભાવથી એકાકાર થાય છે. આ અનેકાકાર થવામાં લેક–દષ્ટિની જડ પ્રકૃતિ શક્તિ વસ્તુતઃ મૂળ વસ્તુના સંકલ્પશક્તિના પરિણામરૂપ છે. આદ્ય કારણરૂપે આદ્ય ચિન્મયી શક્તિ છે અને તેની પરંપરામાં આ સચરાચર જગત ઊભું થયું છે. આ પ્રકાશ અને વિમર્શનું, વિજ્ઞાન અને વેધને અદલબદલે થવાથી જગત-વિશ્વમ ઊભો થયે છે. પરંતુ આ વૈચિત્ર કેવલ મિથ્યા પદાર્થ નથી, તેમાં વસ્તુનું એકસપણું નથી, વિરપણું નથી પણ સમરસપણું છે એમ શિવ–શાક માને છે. વેદાંતીનું એકરસપણું અને સાંખ્યયોગ વૈરાગ્યજન્ય વિરપણું શાકને ઈષ્ટ નથી. ભોગ સાથે શિવ-શાકતને વિરોધ નથી, મોલ સાથે પક્ષપાતી સ્નેહ નથી, ભોગ–મોક્ષની એકવાક્યતા થઈ શકે એમ છે એવું શવ–શાકતનું માનવું છે. શાકનું એવું મંતવ્ય છે કે સેવે : એ શ્રુતિને સરળ અર્થમાં સમજવી હોય તે એ શક્તિવાદથી સમજાવી શકાય એમ છે. 28 શાકત સંપ્રદાયની ઉજળી બાજુને ખ્યાલ છે અને જેટલો આવે જોઈએ તેટલે સામાન્યતઃ આ નથી, એનાં અનેક કારણો સંભવી શકે છે. શાક્ત સંપ્રદાયનો અભ્યાસ અને રજૂઆત પૂર્વગ્રહયુક્ત રીતે થાય છે, એની પરિભાષા તથા સંકેતભાષા સમજવી મુશ્કેલ હોવાથી તેમ જ શાક્ત સંપ્રદાયના અનુયાયીઓ બદૂધા જડભાવે ક્રિયા પદ્ધતિ કરતાં હોવાને પરિણામે શાકત સંપ્રદાયની સમજ 28 એ જ, પા. 173-174