________________ 115 હિંદુધર્મ શૈિવ અને શાકત: શિવ અને શાક્ત સંપ્રદાયમાં રહેલ સમાન તો ઘણાં છે અને પ્રમાણમાં ભિન્ન તો ઓછાં છે એનો ખ્યાલ ન.દે. મહેતાના આ કથનમાંથી આવશે? શિવ અને શક્તિ સિદ્ધાંતમાં જુદા નથી. શિવ અને શાક્ત એ અવિનાભાવવાળા એટલે પૃથફ ન પડે એવા પ્રકાશ અને વિમર્શરૂપ તો છે. જ્યારે પ્રકાશને -જ્ઞાનનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શૈવ કહેવાય, જ્યારે વિમર્શનું અથવા આત્મભાન કરાવનાર ક્રિયાનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શાક્ત છે. દેવો અને શાક બંને છત્રીસ તત્વોને માને છે, અધિકાર ભેદની વ્યવસ્થા સરખી છે. અદ્વૈતભાવ પણ સરખે છે, તંત્ર માર્ગ પણ સરખે છે, યોગચય પણ સરખી છે; પ્રસંગે શિવ ઉપદેટા થાય છે અને શક્તિ શિષ્યા બને છે; પ્રસંગે શક્તિ ઉપદેષ્ટા થાય છે અને શિવ શિષ્ય બને છે. પહેલી રીતિમાં તંત્રશાસ્ત્ર આગમનું રવરૂપ પકડે છે, બીજી રીતિમાં તંત્રશાસ્ત્ર નિગમનું રૂપ પકડે છે. જ્યાં શિવ પૂજાય ત્યાં શક્તિ પૂજાય; જ્યાં શક્તિ પૂજાય ત્યાં શિવ પૂજાય; જ્યાં શિવનું જ્યોતિલિંગ ત્યાં શક્તિની પીઠિકા; જ્યાં શક્તિનું પડ ત્યાં શિવનું લિંગ. જ્યાં સાયુજ્ય મોક્ષ ત્યાં શિવ-શક્તિનું સામર. શિવ અને શાકો કૈવલ્યમોક્ષને માનતા નથી. કૈવલ્ય મોક્ષનો સિદ્ધાંત સ્માર્લોને એટલે કે શાંકર મતવાળાનો છે. શાકત અને બૌદ્ધ : દૈવી શક્તિનો રવીકાર શક્તિવાદ તરીકે ઓળખાવી શકાય. આ શક્તિવાદ એ તાવિક સિદ્ધાંત છે અને એથી માત્ર હિંદુધર્મમાં જ નહિ પરંતુ બીજા અનેક ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શનિવાદ દાખલ થયેલ જોઈ શકાય છે. બૌદ્ધધર્મ અને ખાસ કરીને બૌદ્ધધર્મના મહાયાન સ્વરૂપમાં શાક્તવાદ ઘણે જ પ્રચલિત થયું છે. હિંદુધર્મની તંત્ર-સાધના અને મહાયાન બૌદ્ધમતની તંત્ર-સાધનાનું પૃથક્કરણ કરવાનું કામ કઠિન છે એમ જણાવી ન દે. મહેતા 27 આ બે ધર્મ સંપ્રદાયોને ઘનિષ્ઠ સંબધ વ્યક્ત કરતા કહે છે, “સામાન્ય શિક્ષણવાળા હિંદુઓ બૌદ્ધધર્મના સાહિત્યને તથા તત્ત્વદર્શનના સાહિત્યને જાણતા નથી, અને જે ધર્મ ભારતવર્ષમાં જન્મ પામી ભૂમંડળના ત્રણ ચતુર્થાસ ભાગમાં ફેલાયો તે ધર્મનું સ્વરૂપ ભારતવર્ષના મનુષ્ય ભૂલી ગયા એટલું જ નહિ પરંતુ બૌદ્ધધર્મ હિંદુધર્મને વિરોધી છે, એવી ભાવના દઢ થઈ જવાથી બૌદ્ધધર્મ પ્રત 26 એ જ, પા. 103 27. એ જ, પા. 156-157