________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ. શાક્ત સંપ્રદાય : શાક્ત સંપ્રદાય વિશે કેટલીક વેળા એવી બેટી માન્યતા સેવાય છે કે એ એક અપધર્મ છે અને અનાર્યોના સંપર્કનું એ પરિણામ છે. વેદને સ્વીકાર કરનાર શાક્ત સંપ્રદાયને અવેદિક કઈ રીતે કહી શકાય? | વેદધર્મમાં ઈશ્વરને ઉપાય તરીકે અને જીવને ઉપાસક તરીકે ઓળખાવાય છે. જીવ-શિવ એક્ય પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય છે. આવું ઐકય કરાવનાર દૈવી બળને શક્તિ કહેવાય છે. શક્તિ દ્વારા જ જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ થઈ શકે. આમ શક્તિ એટલે સામર્થ્ય કે બળ એમ કહેવાય. શક્તિનું વર્ગીકરણ ન. કે. મહેતા૫ નીચે શક્તિ અધિભૂત (જડા). પૃથિવ્યાદિ પંચભૂત અને તેનાં કાર્યોમાં રહેલી અધિદેવ અધ્યાત્મ (જડાજડ) (અજડા) ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારમાં અને અગ્નિ આદિ ઉપકારક દેવવર્ગમાં જીવાશ્રિતા ઈશ્વરાશ્રિતા રહેલી ભાગ અને મેક્ષ : શાક્ત સંપ્રદાય મંત્રને સાધન તરીકે સ્વીકારે છે. એમના મતે મંત્રની વાચક શક્તિ અથવા એની વિમર્શ શક્તિ એ જ શક્તિ તત્ત્વનું ખરું રૂપ છે. શાક ભેગની તરફ ઉપલક્ષ કરતા નથી, પરંતુ બેગ અને મોક્ષને એકસમાન કરવા પ્રયત્ન કરે છે. માત્ર ત્યાગ અથવા વૈરાગ્યથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવો મત તેઓ ધરાવતા નથી. સ્ત્રી પતનનું કારણ છે, એવું પણ તેઓ માનતા નથી. હકીકતમાં તો તેઓ સ્ત્રીને વંદનીય ગણે છે તથા પ્રતિષ્ઠાને સ્થાને સ્થાપે છે. ધર્મ-સાધનામાં તેમ જ મેલ–પ્રાપ્તિમાં સ્ત્રી બાધક નહિ પણ સહાયક છે. ગ 25. મહેતા, ન. દે, શાક્ત સંપ્રદાય, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ. 1932, પા. 6.