________________ 112 ધર્મોનું તુલનાત્મક અધ્યયન શૈવધર્મના આ મૂળભૂત સિદ્ધાંતમાંથી વિવિધ સંપ્રદાયો ઉપસ્થિત થયા છે. મૂળ સિદ્ધાંતના અર્થધટનના તફાવતને પરિણામે અથવા તે તપના અથવા ધાર્મિક વિધિના તફાવતને પરિણામે આવા સંપ્રદાય ફાંટાઓ ઊપજ્યા છે. શૈવ સંપ્રદાયના મહત્વના બોધની તથા એના વિવિધ ફાંટાઓની તેમ જ એના વિકાસની રજૂઆત કરતાં ભાંડારકર કહે છે:૨૪ “પ્રકૃતિમાં અવારનવાર નીપજતી ભયાનક અને Kશકારક ઘટનાને પરિણામે રુદ્રના ભયાનક સ્વરૂપને અને એની સાથે જ રુદ્રગણોને ખ્યાલ પ્રચલિત થયો. આ જ ઈશ્વરને જ્યારે શાંત પાડવામાં આવે છે ત્યારે તે શુભસ્વરૂપ શિવ તરીકે, દયાળુ શંકર તરીકે અને ભોળા શંભુ. તરીકે ઓળખાય છે. આ જ વિચાર કાળક્રમે વધુ વિકાસ પામે છે અને રુદ્રને વિચિત્ર પ્રકારના દેવતા તરીકે ઓળખાવવામાં આવે છે, અને એને વાસ સ્મશાનમાં, પર્વત પર અને જંગલમાં હોવાનું મનાય છે. જંગલમાં વસતાં જાનવરો અને જંગલી પ્રજા તથા ચેરે અને સમાજના બહિષ્કૃતના એ દેવ બને છે. કાળક્રમે એ એક એવા ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે જે સમસ્ત સૃષ્ટિમાં વ્યાપ્ત છે,. અગ્નિ અને પાણીમાં જેને વાસ છે તેમ જ પ્રત્યેક જીવમાં, છોડમાં તેમ જ વૃક્ષમાં એમને વાસ છે અને જે બધામાં સાર્વભૌમ છે. જ્યારે શિવની વિચારભાવના. આ તબકકે પહોંચી ત્યારે ઉપનિષદમાં એની એક એવા તત્ત્વ તરીકે વિચારણા થઈ જેને સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપ્ત તરીકે જોઈ અને જેના ચિંતનથી માનવીને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય. એક તરફે શિવનું શુભસ્વરૂપ વિકસતું ગયું, પરંતુ બીજી તરફ, એમનું રૌદ્ર અને ભયાનક સ્વરૂપ વિસરાયું નહિ; એટલું જ નહિ પરંતુ એ પણ વિકસતું ગયું, અને જ્યારે પંચરાત્ર ધર્મની સ્થાપના થઈ ત્યારે રુદ્ર અથવા પશુપતિને દેવરથાને સ્થાપવામાં આવ્યા. એ સંપ્રદાયના સ્થાપક લકુટિન કે લકુલીન ગદાધારી તરીકે ઓળખાતા હતા અને લકુલીશ અથવા નકુલીશ દેવને ગદાધારી, તરીકે ઓળખાવવામાં આવ્યા. એમણે “પંચાઈં’ નામનું પુરતક લખ્યાનું કહેવાય છે, અને એમણે સ્થાપેલ સંપ્રદાયને પાશુપત તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી વિરોધી સ્વરૂપની શાખાઓ વિકસી અને એ ઉપરાંત એક સૌમ્ય વર્ષની શાખા પણ વિકસી જે શિવ તરીકે ઓળખાઈ આ શાખાઓનાં મૂળ, ઈ. સ.ની બીજીથી બારમી સદી સુધી જોવામાં આવે છે. પરંતુ બે અંતિમ શાખાઓના વિરોધાભાસને કારણે તેમ જ બીજી બે શાખાઓના ઉગ્ર અને ઝનૂની 24. એ જ, પા. 155 - 156