________________ 110 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમના પછી પંદરમી સદીમાં કબીર આગળ આવે છે. રામાનંદની જેમ એ પણ ઈશ્વરને રામ નામે સંબોધે છે. પરંતુ એ મૂર્તિપૂજાને તથા કોઈપણ પ્રકારના દૈતભાવનો સખત વિરોધ કરે છે. સેળમી સદીમાં વલ્લભ, બાળકૃષ્ણ અને રાધાની આરાધના ઉપદેશે છે. લગભગ એ જ સમયે પૂર્વમાં ચૈતન્ય પણ કૃષ્ણ-રાધાની ભક્તિનો ઉપદેશ આપે છે પરંતુ એમને માટે કૃષ્ણ એ બાળકૃષ્ણ નથી અને રાધાને એ પવિત્ર પ્રેમના આદર્શ રવરૂપ તરીકે પ્રબોધે છે. ઈશ્વર માટે અગાધ પ્રેમ અને એમને માટેની અનન્ય ભક્તિને પરિણામે રાધાને ખ્યાલ પ્રાધાન્ય ભોગવે છે અને એમ થતા વૈષ્ણવધર્મનું થોડું પતન પણ થાય છે. મહારાષ્ટ્રમાં નામદેવ અને તુકારામ વિઠોબાની ભક્તિને પ્રચાર કરે છે. ગુજરાતમાં ઓગણીસમી સદીના પ્રારંભમાં સહજાનંદ સ્વામીના ઉપદેશને પરિણામે સ્વામીનારાયણ સંપ્રદાય કે ઉદ્ધવ સંપ્રદાય ઉપસ્થિત થાય છે. તેઓ રાધાકૃષ્ણ તથા નરનારાયણની ભક્તિને ઉપદેશ આપે છે. સ્વામીનારાયણની ભક્તિને સ્ત્રીભાવ માન્ય છે, પણ જાર-ભાવ માન્ય નથી. રામાનંદની જેમ નામદેવ, તુકારામ તથા સ્વામીનારાયણ પણ પિતાને ઉપદેશ જનભાષામાં જ આપતા. નામદેવ, કબીર, તુકારામ તથા સ્વામીનારાયણે વ્યક્તિના હૃદયની પવિત્રતા વિના એનું નૈતિક ઉત્થાન થઈ શકે નહિ, એ વિના ઈશ્વર પર અનન્ય નેહભાવ રાખી શકાય નહિ તેમ જ એની ભક્તિ થઈ શકે નહિ એમ ભારપૂર્વક જણાવ્યું છે. ઈશ્વર-એકવના અનન્ય આનંદની પ્રાપ્તિને માટે વ્યક્તિની પવિત્રતા અને નૈતિકતાની આવશ્યકતા પ્રબોધાય છે. આ બધા વૈષ્ણવ સંપ્રદાયમાં કેટલાક મહત્વના સમાન મુદ્દાઓ તારવી શકાય એમ છે. બધા જ સ પ્રદાય ભગવદ્ગીતામાંથી એમના બેધનું તત્તવ મેળવે છે. પરમ ઈશ્વરને બધા જ સંપ્રદાય વાસુદેવ તરીકે રવીકારે છે. આ બધા જ વૈષ્ણવ સંપ્રદાયો અદૈતવાદ અને માયાવાદને ઇન્કાર કરે છે. આ સામ્ય હોવા છતાં પણ આ સંપ્રદાયોનો તફાવત, જે આધ્યાત્મિક સિદ્ધાંતને તેઓ વિવિધ અગત્ય આપે છે તેમાંથી તેમ જ જે તાવિક સિદ્ધાંત તેઓ સ્થાપે છે તેમાંથી તથા જે ધાર્મિક વિધિઓ એ પ્રબંધે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. 8. શિવ સંપ્રદાય: શવ સંપ્રદાયના ઉદ્દભવ વિશે નિશ્ચતપણે કંઈ કહી શકાય એમ નથી. તે પણ એટલું સ્પષ્ટ છે કે શૈવ સંપ્રદાયમાં વૈદિક અને પૂર્વ વૈદિક પ્રવાહનું સંમિશ્રણ થયું છે. વૈષ્ણવ સંપ્રદાયને મુકાબલે શૈવ સંપ્રદાયમાં વેગ પર વિશેષ ભાર કવામાં આવ્યું છે તથા તપ ઉપર પણ અહીં જેર દેવાયું છે. શૈવ સંપ્રદાય