________________ હિંદુધર્મ 109 બૌદ્ધ અને જૈન ધર્મની જેમ ભક્તિમાર્ગ એક ધાર્મિક સુધારા તરીકે ઉદ્દભવ પામ્યો, પરંતુ એણે ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાંતને પાયા તરીકે સ્વીકાર્યો. પ્રાચીન કાળમાં એને એકાંતિક ધર્મ તરીકે ઓળખવામાં આવતે, કારણ કે એમાં એકમાત્ર ઈશ્વરની ભક્તિ અને સ્નેહ સંપૂર્ણપણે કરવામાં આવતા. આ એકાંતિક ધર્મની પશ્ચાદ્ભૂમાં વાસુદેવ કૃષ્ણ પ્રબોધેલ ભગવદ્ગીતા છે. થોડા જ સમયમાં આ એકાંતિક ધર્મ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું અને એને પંચરાત્ર અથવા ભાગવત ધર્મ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવ્યો. ક્રાઈસ્ટની પૂર્વેની ચોથી સદીમાં મેગેનિસ આ ધર્મને સાતવત ધર્મ તરીકે ઓળખાવે છે, કારણકે એ નામની ક્ષત્રિય જાતિ એ ધર્મનું પાલન કરતી હતી. આ સંપ્રદાયને સર્વજીવના ઉત્પત્તિ કારણે નારાયણ તથા દેવી સ્વરૂપના વિષ્ણુ સાથે સાંકળવામાં આવ્યો. ખ્રિસ્તીકાળના શરૂઆતના સમયમાં આહિરના ધર્મની સાથે એ સંપ્રદાય સમાગમમાં આવ્યું અને એને પરિણામે એ વિદેશી જાતિના સ્વરૂપ અનુસાર ગોપકૃષ્ણની ભાવના ખીલી, એને ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવ્યા અને ગોપીઓ સાથેની એમની લીલાની વાતોની ગૂંથણી થઈ. આ સ્વરૂપને વૈષ્ણવધર્મ ઈ. સ.ની આઠમી સદીના અંત સુધી પ્રવર્તમાન રહ્યો. એ કાળમાં શંકરાચાર્ય તથા તેમના અનુયાયીઓ આધ્યાત્મિક એકત્વ તથા માયાવાદના સિદ્ધાંતોને ઉપદેશ આપતા હતા. શાંકરમતના આવા ઉપદેશો ભક્તિના મૂળમાં ઘાતક છે અને વૈષ્ણવધર્મીઓ જે નેહ–ભક્તિ દ્વારા પામે છે એના ઘાતક સમાન છે એમ લાગવા માંડયું. એને પરિણામે આધ્યાત્મિક એકત્ર અથવા તે અદ્વૈતની સામે એક પ્રકારનો પ્રતિકાર ઉપસ્થિત થયો અને ઓગણીસમી સદીમાં રામાનુજે ભક્તિ સંપ્રદાયને પુનર્જિવીત કરવા અને અદ્વૈત વિચારણાને દૂર કરવા મહાપ્રયાસ કર્યો. રામાનુજે કૃષ્ણભક્તિની પ્રતિષ્ઠા કરી, એને પ્રચાર કર્યો. પરંતુ ગોપી રાધિકા વિશે એમણે મૌન જાળવ્યું. ઉત્તરમાં નિમ્બાર્કે કૃષ્ણની સાથે રાધા-ભક્તિને પણ સ્થાન આપ્યું. તેરમી સદીમાં માવે અદ્વૈતની સામે પિતાને પ્રહાર ચાલુ રાખે અને બહુત્વવાદના સિદ્ધાંતની સ્થાપના કરી અને વિષ્ણુને પરમદેવ સ્થાને થાયા. બીજી તરફ ઉત્તરમાં રામાનંદે વૈષ્ણવધર્મને એક નવો વળાંક આપ્યો. રામાનુજે નારાયણના નામ ઉપર ભાર મૂક્યો ત્યારે રામાનંદે રામના નામ ઉપર ભાર મૂક્યો. વળી રામાનંદ અને એના અનુયાયીઓ એમના ઉપદેશ જનભાષામાં આપતા હતા. આમ, ચૌદમી સદી એ રામાનંદની ધાર્મિક પ્રવૃત્તિને મહત્ત્વને કાળ બની.