________________ 108 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્વીકારે છે. આ પાંચરાત્ર અથવા ભાગવત સંપ્રદાય અતિ પ્રાચીન છે અને એના સિદ્ધાંતે વૈષ્ણવ પુરાણમાં તેમ જ એનાથી પહેલા રચાયેલા મહાભારતના શાંતિપર્વમાં રજૂ થયેલા છે. શાંતિપર્વના નારાયણીયપર્વમાં આપેલી આખ્યાયિકા ભક્તિ માર્ગના ઉદ્દભવ વિશે ખ્યાલ આપે છે. યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ૨૦ કહે છે: “પૂર્વ ઉપરિચર નામે ચક્રવતી રાજા હતા, તે ઇન્દ્રને મિત્ર અને નારાયણને ભક્ત હતો. તે રાજા પૂર્વે સૂર્યના મુખમાંથી નીકળેલા પાંચરાત્રમાં કહેલા વિધિ પ્રમાણે વિષ્ણુનું પૂજન કરતે હો તથા યજ્ઞની સર્વ ક્રિયાઓ સાત્વત (પાંચરાત્રોક્ત) વિધિને અનુસરીને કરતે હતો. તે રાજા જે પાંચરાત્ર નામના શાસ્ત્રનું અનુવર્તન કરતે હતો તે ઉત્તમ શાસ્ત્ર સાત ઋષિઓએ એકઠા થઈને કહેલું છે. તે સાત મુનિઓએ ચાર વેદ વડે પ્રમાણભૂત અને જેમાં સર્વોત્તમ લેકધર્મ છે એવું તે શાસ્ત્રમાં કહેલું છે. મરીચિ, અત્રિ, અંગિરા, પુલરત્ય, પુલહ, ક્રતું અને મોટા તેજવાળા વસિષ્ઠ એ સાતને ચિત્રશિખટ્ટી કહે છે. તે સર્વ ઋષિઓએ તપ કરીને હરિનારાયણદેવને પ્રસન્ન કર્યા, ત્યારે નારાયણે સરરવતીદેવીને એ ઋષિઓના મુખમાં પ્રવેશ કરવાની આજ્ઞા કરી. તે પછી તે તપસ્વી ઋષિઓએ સરસ્વતીની પ્રવૃત્તિ શબ્દમાં, અર્થમાં અને હેતુમાં કરી અને તે શાસ્ત્ર દયાળુ ભગવાન જ્યાં રહે છે ત્યાં જઈને તેને સંભળાવ્યું. તે સાંભળીને અદશ્ય પુરુષોત્તમ ભગવાને સર્વ ઋષિઓને કહ્યું કે, “જેથી ધર્મની પ્રવૃત્તિ થાય એવા સમગ્ર તંત્રમાં તમે જે આ એક લાખ લેક કર્યા છે તે ઉત્તમ છે. એ તંત્ર પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયમાં પ્રમાણરૂપ થશે. જેમ મેં બ્રહ્મની કૃપાથી ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ કર્યા છે, તે પ્રમાણ છે તેમ આ ઉત્તમ શાસ્ત્ર પ્રમાણુ થશે. એ શાસ્ત્ર ઉપરથી પ્રથમ સ્વયંભૂ મનું એ ધર્મનું કથન કરશે, પછી શુક્ર એ શાસ્ત્રનું કથન કરશે અને બહસ્પતિ મતને લેકમાં પ્રચાર થશે. પછી પ્રજપાલ વસુ ઉપરિચર આ તમારા કરેલા ધર્મશાસ્ત્રને બૃહસ્પતિ પાસેથી પ્રાપ્ત કરશે. જ્યારે તે રાજા મૃત્યુ પામશે ત્યારે આ સનાતન શાસ્ત્ર અન્તર્ધાન પામશે.” એ પ્રમાણે કહીને પુરુષોત્તમ ભગવાન કઈક દિશામાં ચાલ્યા ગયા. વૈષ્ણવ સંપ્રદાયના મહત્વના મુદ્દાઓની તથા એના વિકાસની રજૂઆત ભાંડારકર આમ કરે છેઃ 20 મહાભારત, શાંતિપર્વ અધ્યાય-૧૬૩, દુ. કે. શાસ્ત્રીએ ટાંકેલ. 21 ભાંડારકર, આર. જી., વૈષ્ણવીઝમ, શરીઝમ એન્ડ માયનોર રિલિજિયન્સસ સીસ્ટીમ્સ, વારાણસી, ફોટો ઓફસેટ રીપ્રીન્ટ, 1965.