________________ હિંદુધર્મ 73 એક માત્ર તત્ત્વ છે અને આપણે પોતે તેમ જ આપણી આસપાસ આપણે જે કંઈ જોઈએ છીએ કે અનુભવીએ છીએ એ એને જ કારણે છે એમ હિંદુધર્મ સ્વીકારે છે. આ સૃષ્ટિ અને આવી અનેક સૃષ્ટિઓના સંચાલનની અને સંહારની ત્રિવિધ ક્રિયાઓને ઈશ્વરની લીલા તરીકે ઓળખાવાય છે. આ ઉપરાંત ઈશ્વરના સ્વરૂપની રજૂઆત કર્મફળદાતા તરીકે પણ થઈ છે. નૈતિક સામ્રાજ્યના યજક–સમ્રાટ તેઓ છે અને છેવટે તે નૈતિક ન્યાય એમને હાથે જ થવાનું છે. આ અર્થમાં ઈશ્વર માનવ-ઉદ્ધારક છે, અને જેઓએ એમનું શરણ સ્વીકાર્યું હોય તેઓ એમની સહાયની કૃપાના અધિકારી બને છે. આથી પણ વિશેષ મહત્ત્વનું હિંદુધર્મમાં આલેખાયેલું ઈશ્વરનું સ્વરૂપ તે અંતર્યામી તરીકેનું છે. આપણે બધામાં ઈશ્વરને અંશ છે એટલું જ નહિ, પરંતુ સાક્ષાત્ ઈશ્વરીતત્વ આપણામાં બિરાજમાન છે, એ ખ્યાલ સવિશેષે હિંદુધર્મમાં જોવા મળે છે. માનવીની બહાર રહેલ દૈવીતત્ત્વને પામવાની વાત હિંદુધર્મમાં નથી. પરંતુ એની વાત તે પિતાનામાં જ સમાવિષ્ટ, અંતર્યામી રવરૂપે રહેલ દેવીઅંશ(તત્ત્વ)ને ઓળખવામાં છે. આગળ રજૂ કરેલ “તમું સ અને “મર્દ બ્રહ્માસ્મિ'ની સાચી સમજ આ દૃષ્ટિથી પ્રાપ્ત થશે. 3. જીવને ખ્યાલ : હિંદુધર્મમાં “જીવ” એટલે માનવે વ્યક્તિ અથવા તે જીવાત્મા તરીકે વીકારાયેલ વ્યક્તિ છે. વ્યક્તિને ઈશ્વર સાથેના તાત્ત્વિક તાદાઓ છતાં વ્યક્તિનું જીવાત્મા તરીકેનું સ્વતંત્ર દૈહિક અસ્તિત્વ વ્યક્તિને ઈશ્વરથી ભિન્ન ગણવા માટેનું કારણ બને છે. આથી જ જીવાત્માના તાત્ત્વિક સ્વરૂપની વાત કરીએ તે તેની ઈશ્વર સાથેના તાદાભ્યની વાત કરવા બરાબર છે. આથી અહીંયાં આપણે જીવાત્માની તેના સ્વતંત્ર દૈહિક અસ્તિત્વને કારણે પ્રાપ્ત થતી વિશિષ્ટતાઓને વિચાર કરીશું. આ રીતે જ્યારે આપણે જીવાત્માનો વિચાર કરીએ ત્યારે આપણી સમક્ષ જેનામાં દેહ અને મન એકાકાર થયા છે એવી વ્યક્તિ પ્રત્યક્ષ થાય છે. આવી વ્યક્તિનાં ત્રણ વિશિષ્ટ અંગો નીચે પ્રમાણે છે : જીવાત્માની વિશિષ્ટતા 1. દૈહિક 2. માનસિક 3. નૈતિક