________________ 87 હિંદુધર્મ છે. આથી વ્યકિતગત જીવનની વ્યવસ્થા અને સમાજજીવનની વ્યવસ્થા કરવી જરૂરી બને છે. વ્યક્તિજીવન વ્યવસ્થામાં આશ્રમ ધર્મ, પુરુષાર્થ અને સાધન ચતુષ્ટયને સમાવેશ કરી શકાય. સમાજવ્યવસ્થામાં વર્ણવ્યવસ્થા, સંસ્કાર, તહેવાર, તીર્થયાત્રા તથા મંદિર અને પૂજારી વર્ગને સમાવેશ કરી શકાય. પહેલાં આપણે વ્યક્તિગત જીવનવ્યવસ્થાની વાત કરીએ. જ આશ્રમ ધર્મ : માનવજીવન વ્યવસ્થિત રીતે જીવી શકાય એ માટે વૈજ્ઞાનિક કહી શકાય એવી પદ્ધતિએ અનુભવના આધારે મળેલી હકીકતો ઉપરથી એક તારણરૂપ અનુમાન બાંધી જીવનને વ્યવસ્થિત કરવાને હિંદુધર્મમાં પ્રયાસ થયેલું જોવામાં આવે છે. સામાન્યત: માનવીનું આયુષ્ય સો વર્ષનું છે એમ સ્વીકારી જીવનના એ કાળ સભ્યને ચાર હિસ્સામાં વહેચવામાં આવ્યા છે. પ્રત્યેક હિસ્સે જીવનના એક આશ્રમ તરીકે વર્ણવવામાં આવ્યો છે. પ્રત્યેક હિસ્સાને બીજા હિસા સાથે સુસંગત રીતે સાંકળવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ પ્રત્યેક પુરોગામી અવસ્થા, પ્રત્યેક અનુગામી અવસ્થાની પૂર્વતૈયારીરૂપ છે. આવા સુયોગ્ય આધાર ઉપર જીવનની આશ્રમ-વ્યવસ્થા વિચારવામાં આવી છે. આમ કરવામાં માનવીને માત્ર વર્તમાન જીવન કાળને જ નહિ પરંતુ એના સર્વ સમગ્ર જીવનકાળને ખ્યાલ કરવામાં આવ્યો છે. આથી જેમ પ્રત્યેક આશ્રમ બીજા આશ્રમ સાથે સંકળાયેલ છે તેમ પ્રત્યેક જીવનકાળ પણ એના પુરોગામી કે અનુગામી જીવનકાળ સાથે સંકળાયેલ છે. જીવનકાળના પ્રત્યેક આશ્રમને માટે વિશિષ્ટ પ્રકારનાં કાર્યો આલેખવામાં આવ્યાં છે અને એ આધારે જીવનની સિદ્ધિની દિશામાં વ્યક્તિ પિતાને તૈયાર કરી શકે એ રીતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવનકાળના ચાર વિભાગોને ક્રમાનુસાર ચાર જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. ક. બ્રહ્મચર્યાશ્રમ ગ. વાનપ્રસ્થાશ્રમ ખ. ગૃહસ્થાશ્રમ ઘ. સંન્યાસાશ્રમ માનવજીવનના આ ચાર આશ્રમ વિશે સામાન્યપણે એમ કહી શકાય કે પહેલાં એ આશ્રમ પ્રવૃત્તિમાર્ગના સૂચક સમા છે, અને પાછલા બે આશ્રમ નિત્તિમાર્ગના સૂચક સમાન છે. આ હકીક્તને આપણે નીચેના કોઠામાં રજૂ કરીએ.