________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન રીતે દૂર કરી શકાય અને અનિષ્ટ પર વિજય શી રીતે પ્રાપ્ત કરી શકાય; એટલે, કયાં તે એમ કહેવું પડે કે બધા જ ધર્મો નિરાશાવાદી છે અને હિંદુધર્મ પણ નિરાશાવાદી છે, અથવા તો કોઈ પણ ધર્મ નિરાશાવાદી નથી અને હિંદુધર્મ પણ નિરાશાવાદી નથી. પરંતુ, હિંદુધર્મ નિરાશાવાદી નથી એમ સ્પષ્ટ રીતે કહેવા માટે આપણી. પાસે કોઈ સબળ કારણ છે ખરું? જે હિંદુધર્મ દુઃખને અંતિમ લેખે અથવા તે અનિષ્ટનું સામ્રાજ્ય સ્વીકારે, અને એ બંને અંતિમ છે એવો બોધ આપે તો એને નિરાશાવાદી કહી શકાય. પરંતુ હિંદુધર્મ અનિષ્ટને તાત્ત્વિક સત્તાના અંગ તરીકે સ્વીકારતો નથી, અને એ જ પ્રમાણે માનવદુ:ખ પણ અંતિમ નથી. દુ:ખ દૂર થઈ શકે છે એવી આશા હિંદુધર્મ આપે છે. વળી, હિંદુધર્મને જીવાત્માને ખ્યાલ લક્ષમાં લેતાં હિંદુધર્મ નિરાશાવાદી નહિ પણ આશાવાદી છે, એમ સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે એ જીવાત્માના. સ્વરૂપને દૈવી, નિર્મળ, રવતંત્ર અને આનંદમય તરીકે રવીકારે છે. આપણે આગળ જોયું તેમ જીવાત્માનું સ્વરૂપ આવું હોવા છતાં, જ્યારે જીવાત્મા અજ્ઞાનને ભેગ બની એનું તાવિક સ્વરૂપ વિસરી “રવને પરમતત્ત્વથી વિખૂટું પાડે છે, અને જ્યારે પોતાની જાતને દેહ-મન-સંપુટ તરીકે આલેખે છે ત્યારે એ પાપ અને દુઃખના માર્ગે વિચરે છે. આથી જ હિંદુધર્મ, મુક્તિ પર સવિશેષ ભાર. હિંદુધર્મના મતાનુસાર મુક્તિની પ્રાપ્તિના વિવિધ માર્ગો નીચે મુજબ છે :11. 1. રાજગ : ધ્યાનમાર્ગ 2. કર્મયોગ : નિષ્કામ કર્મમાગ 3. ભક્તિગ: પ્રભુશરણને ભાગ 4. જ્ઞાનયોગ : તત્ત્વદર્શનમાર્ગ 2. વ્યવસ્થા બોધ વ્યક્તિ સમષ્ટિમાં વિલીન થઈ શકે, જીવાત્મા પરમાત્મામાં લીન થાય એ માટે વ્યક્તિગત જીવનની નિશ્ચિત વ્યવસ્થા જરૂરી બને છે. પરંતુ કેઈપણ વ્યક્તિ એકલી-અટૂલી જીવતી નથી. સમાજના એક અંગ તરીકે જ વ્યક્તિ હંમેશા જીવે 11. ટઈ, એસ. છે. ધી ફંડામેંટસ ઓફ હિંદુઈઝમ, પા. 9-12