________________ 102 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ જીવનમાં વિકાસ થતો રહે છે અને જીવન સાચી. રીતે વધુ સમૃદ્ધ બને છે. 9. સ્વર્ગ અને નર્ક : સ્વર્ગ અને નર્કને ખ્યાલ ઘણા ધર્મોમાં પ્રચલિત છે. કેટલાક ધર્મો સ્વર્ગ—નકને માનવીનાં કાર્યો અનુસારનું એ અંતિમ સ્થાન છે એમ માને છે. હિંદુધર્મ પણ સ્વર્ગ અને નર્કના ખ્યાલમાં માને છે. પરંતુ એ સાથે એટલું પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે હિંદુધર્મ પુનર્જન્મમાં પણ માને છે. કર્મના સિદ્ધાંત અનુસાર, કરેલાં બધાં જ કર્મોનાં પરિણામો હોય છે. એમાં કેટલાંક એક જન્મકાળ દરમ્યાન ભગવાઈ ચૂક્યાં હોય છે, બીજાં કેટલાંક ભેગવવાનાં. બાકી હોય છે. જે કર્મોનાં પરિણામો ભોગવાયાં નથી તે ભોગવવાને માટે બીજે જન્મ લેવો પડે છે. આ જન્મમાં અન્ય કર્મો પણ થતાં રહે છે. સ્વર્ગ અને નર્ક કર્મભૂમિ નથી પણ ભોગભૂમિ છે, એ રીતે એમનો સામાન્યપણે વિચાર થયે છે. પરંતુ જો કર્મના પરિણામ ભોગવવા માટે જ સ્વર્ગ કે નર્કને વિચાર કરવામાં આવે તે માનવના સાચા રવરૂપ સાથે એ સુસંગત છે એમ કહી શકાય ખરું? શું નર્કમાં જનાર જીવ સદાયને માટે નર્કાગારમાં સબડતા જીવ તરીકે જ રહેશે ? શું માનવી પોતે જ પોતાના જીવનને ઘડવૈયો નથી? પિતાનાં કર્મોનાં પરિણામોના. ભોગાયટનમાંથી પિતાનાં સત્કર્મો દ્વારા મુક્તિ મેળવી શકે એમ નથી ? સ્વર્ગ અને નર્કની કલ્પના કદાચ આલાદક લાગે, પરંતુ સ્વર્ગ અને નર્ક એ અહીં જ છે. આપણું પૃથ્વી જેવી એ કોઈ અન્ય ભૂમિ નથી. સુખની પ્રાપ્તિ અને દુઃખનું દર્દ પ્રત્યેક વ્યક્તિને સદંતર હોય છે. સુખપ્રાપ્તિ સ્વર્ગ સમાન છે અને દુઃખનું ભોગાયટન નર્ક સમાન છે. આપણે આગળ કહ્યું તેમ સ્વર્ગ અને નર્ક એક કલ્પના છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે વર્ગક ઉપર છે અને નર્ક નીચે છે. આમાં પણ કંઈ ઝાઝું તથ્ય નથી. આપણી સ્વપ્નસૃષ્ટિ માટે આપણે શું કહીશું ? એ સૃષ્ટિ ઉપર છે કે નીચે છે? પરંતુ સત્ય આચરણમાંથી નીપજતું સુખ એ ઉચ્ચ અવસ્થામાંના પ્રતીક તરીકે સ્વીકારી સ્વર્ગ ઊંચે છે એમ સ્વીકારાય તે સંભવિત છે, અને એ જ પ્રમાણે નર્કને માટે પણ કહી શકાય. રવર્ગ અને નર્કના ખ્યાલની સાથે જે તે ધર્મના વિકાસની અવસ્થા સંકળાયેલી છે. ધર્મવિકાસમાં એક એવી અવસ્થા આવે છે જ્યારે પ્રલોભન અને ભય ધર્મ.. જીવનમાં વ્યાપે છે. પ્રભનપ્રાપ્તિ અને ભયનિવારણ માટે સૂચવાયેલી ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિકવ્યવહાર અગત્યના બને છે અને જીવનમાં મહત્તવને.