________________ હિંદુધર્મ 103 ભાગ ભજવે છે. સ્વર્ગને વિચાર પ્રભાકારી અને નકને વિચાર ભીતિમય છે. ઇચ્છનીય પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ અને ભીતિથી દૂર રહેવાની દૃષ્ટિએ માનવી નીતિમય ધાર્મિક જીવન જીવતે થાય એ માટે વ્યવહાર રીતે વર્ગ અને નર્કની કલ્પના કરવામાં આવી હોય એમ કેમ નહિ માની શકાય ? 10 યજ્ઞ : હિંદુધર્મમાં યજ્ઞભાવના શરૂઆતથી આજદિનપર્યત એટલી પ્રબળ રહી છે કે આધુનિક સમયમાં પણ વિનોબા ભાવે જેવા વિચારકે યજ્ઞની ભાવનાનો ઉપયોગ પોતાના ભૂદાનના કાર્ય સાથે જોડી તેને ભૂદાનયજ્ઞનું નામ આપે છે. યજ્ઞભાવના શું છે એ સમજવું જરૂરી છે. એની સાથે જ યનની રીત અને યજ્ઞના પ્રકાર પણ સમજવા જોઈએ. બીજી રીતે કહીએ તે યાની રીત અને યજ્ઞના પ્રકાર સમજવાથી યજ્ઞનું સ્વરૂપ અને હાર્દ પણ સમજાય છે. યજ્ઞ એક એવી ક્રિયા છે જેમાં બાહ્ય અને આંતર શુદ્ધિ વિના વ્યક્તિ ભાગ લઈ શકતી નથી. યજ્ઞમાં પાણી અને અગ્નિ એ બે મહત્વનાં અંગો છે, અને એ બંનેને પવિત્ર તરીકે લેખવામાં આવ્યાં છે. બાહ્યશુદ્ધિ માટે પાણી પ્રતીકાત્મક તરીકે ઉપયોગમાં લેવાય છે, અને આંતરશુદ્ધિ માટે પ્રતીકાત્મક તરીકે અગ્નિને ઉપયોગ થાય છે. જેમ પાણી દેહને બાહ્ય રીતે શુદ્ધ કરે છે તેમ પ્રભુપ્રાપ્તિને અગ્નિ દેહને આંતરિકરૂપે શુદ્ધ કરે છે–એની વાસનાઓ, તૃષ્ણાઓ અને કુવિચારોને ભસ્મીભૂત કરીને પરંતુ યજ્ઞભાવનામાં વ્યક્તિશુદ્ધિ ઉપરાંત વાતાવરણશુદ્ધિની પણ ભાવના સમાયેલી છે. વળી, એમાં બીજી એક ભાવના એ પણ સમાઈ છે કે ઈશ્વરે માનવીને આપેલા સર્વને એણે પિતે ઉપભોગ કરવાનું નથી, પરંતુ પિતાની જરૂરિયાત પૂરતું રાખી બાકીનું અગ્નિની સાક્ષીએ પરત કરવાનું છે. આમ, હિંદુધર્મની યજ્ઞભાવના માત્ર ધાર્મિક રહી નથી, પરંતુ વ્યક્તિના જીવનઘડતરમાં અને એના સામાજિક જીવનમાં એ મહત્વનો ફાળો આપે છે. એથી વિશેષ ગૃહસ્થી માટે આલેખાયેલ યજ્ઞ પ્રથા સમસ્ત સૃષ્ટિ પ્રત્યેની વ્યક્તિની અનેકવિધ ફરજોને પણ ખ્યાલ આપે છે. યજ્ઞના આરંભથી એના અંત સુધી, એમાં સમાવિષ્ટ થતી વિવિધ વિધિઓમાં આચમન, અંગસ્પર્શ, અગ્નિપ્રાગટય, સમિધ અર્પણ, ઘીઆહૂતિ, જલસિંચન, વગેરેને સમાવેશ થાય છે. એ બધાની વિગતમાં આપણે નહિ ઊતરી શકીએ.