________________ 15 અને સાયં એમ ત્રણ વખત થાય છે. આ સંધ્યા માટેની વિશિષ્ટ રીતે પણ રજૂ કરવામાં આવે છે, જેને વિશે આપણે આગળ ઉલ્લેખ કર્યો છે. 2. બ્રહ્મયજ્ઞ: વેદનો અભ્યાસ કરવો તથા તેને અભ્યાસ કરાવવો તે બ્રહ્મ યજ્ઞ તરીકે ઓળખાય છે. 3. પિતયજ્ઞઃ સગતિએ પામેલા પિતૃઓનું સ્મરણ કરી એમને અંજલિ આપી તર્પણ કરવું તેમ જ એગ્ય તીર્થસ્થળોએ આવું તર્પણ કરાવવું તે પિતૃયજ્ઞમાં સમાવિષ્ટ થાય છે. 4. ભૂતયજ્ઞ: પતે અન્નને સ્વીકાર કરે એ પહેલાં પોતાના રાંધેલા ધાનમાંથી વૈશ્વદેવ કરી નાનાં મોટાં સર્વ પ્રાણીઓને માટે એમને હિરસો કાઢી તેમને અર્પણ કરે તે ભૂતયજ્ઞ. 5. મનુષ્યયજ્ઞ: અતિથિનું હિંદુધર્મમાં વિશિષ્ટ સ્થાન છે. વૈશ્વદેવ કરી અન્ય પ્રાણીઓને માટે પિતાના ભોજનમાંથી તેમને હિસ્સો કાઢી ગૃહસ્થી પિતાને હિરો આરોગવા બેસતું નથી. પરંતુ જે કઈ અતિથિ આવ્યા હોય તે તેમનું રવાગત કરી તેમને ભજન અર્પવું તે મનુષ્યયજ્ઞ. આમ, હિંદુધર્મમાં યજ્ઞભાવનાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે, છતાં એ ભાવના આજ પર્યત ચાલુ રહી છે. વ્યક્તિ જીવનના અને સમાજજીવનનાં ક્યાં મૂળભૂત તો આ ભાવનાની ઉત્પત્તિ માટે તેમ જ તેના આજ પર્યંતના પલટાતા સ્વરૂપમાં સ્વીકાર માટે કારણભૂત છે એ સ્વતંત્ર અભ્યાસ માંગી લે છે. 11. હિંદુધર્મ સંપ્રદાયઃ પ્રત્યેક ધર્મના વિકાસમાગમાં એવા તબકક આવે છે જ્યારે મૂળભૂત ઉપદેશ, શાસ્ત્રોક્ત વચન કે આચાર્યના બોધ વિશે મતભેદ ઉપસ્થિત થાય, અથવા તે આચાર અને ધર્મવિધિ વિશે મતભેદ ઉપસ્થિત થાય, અને એમાંથી એક નવા ધર્મપ્રવાહને ઉભા થાય. ધર્મપ્રવાહની આ પ્રક્રિયાને ઉલ્લેખ આપણે અન્યત્ર કર્યો છે. પ્રત્યેક ધર્મમાં એક કે વધારે સંપ્રદાયે પ્રાપ્ત છે, એ હકીકત આપણે જે તે ધર્મના અભ્યાસમાં જોઈશું. હિંદુધર્મમાં પણ વિવિધ સંપ્રદાય ઉદ્ભવ્યા છે, એને ખ્યાલ નીચેના કેડા - ઉપરથી આવશે.