________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંતવાણી હિંદુ ધર્મશાસ્ત્રને નિચોડ આપવા પ્રયાસ કરે છે. આ સંતવાણીને પણ કેટલાક વિચારકે ધર્મશાસ્ત્ર તરીકે સ્વીકારે છે. ગમે તેમ તેયે સંતમતના અનુયાયીઓને મન એમનાં લખાણો શાસ્ત્ર કરતાં ઓછાં નથી અને એમને તેઓ એ જ માનથી જુએ છે. કેટલાક સંતને નામે પંથે પણ શરૂ થયા છે, જેમાં મુખ્યત્વે રામાનંદ, કબીર, નાનક વગેરેનો સમાવેશ થઈ શકે. 8. હિંદુ નીતિશાસ્ત્રઃ ' ધર્મ જે વ્યક્તિ અને ઈશ્વરના સંબંધની ચર્ચા કરી માનવ માટે ઈશ્વર-- પ્રાપ્તિ માર્ગ રજૂ કરે છે, તો નીતિશાસ્ત્ર માનવ-માનવ વચ્ચેના સંબંધનો માર્ગ રજૂ કરે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે માનવીની નૈતિક્તા એ ધાર્મિકતાની પ્રાપ્તિની પૂર્વતૈયારીરૂપ છે. જે માનવી પિતાની સાથેના સંબંધમાં કે અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સરળ નથી, એ વ્યક્તિ ઇશ્વર સાથે સંબંધ સરળતાથી શી રીતે સ્થાપી શકે ? આથી જ હિંદુધર્મમાં નૈતિકતા ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવ્યું છે. મનુસ્મૃતિ, યાજ્ઞવણ્યસ્મૃતિ, કામદકીય નીતિ વગેરે આ કથનના સમર્થનમાં ટાંકી શકાય. રામાયણ તથા મહાભારત જેવાં પુરાણ પણ નૈતિક્તા અને અનૈતિકતાના ઘર્ષણને રજૂ કરી નૈતિક મૂલ્યોના જતનની અને વિજયની વાત કરે છે. આમ છતાં, વેદાંતના સ્વરૂપને અનુલક્ષીને કેટલીક વખત એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે જે વ્યક્તિ બહ્મને જાણે છે એણે પછી શું નૈતિકતાનું પાલન કરવાનું રહે છે? શંકરાચાર્યના મતથી આ બાબતમાં રામાનુજાચાર્યને મત છેડે અલગ હોવાને કારણે આ પ્રશ્ન સવિશેષ ઉપસ્થિત થાય છે. રામાનુજાચાર્ય પ્રમાણે જ્ઞાન અને કર્મ એકસાથે જોડવા આવશ્યક છે. માત્ર શુદ્ધ હૃદય કે માત્ર જ્ઞાન પૂરતા નથી. શંકરાચાર્ય અનુસાર ૫ણ ચિત્તની શુદ્ધિ કર્મ વિના સંભવતી નથી અને ચિત્તશુદ્ધિ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. છતાં શંકરાચાર્ય એવી શક્યતા રવીકારે છે કે કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજન્મતા બળે જન્મથી જ ચિત્તશુદ્ધિની અવસ્થામય હેય એમને માટે કર્મની જરૂરિયાત રહેતી નથી. પરંતુ, આનો અર્થ શું એમ ઘટાવી શકાય કે શંકર મતાનુસાર જ્ઞાનપ્રાપ્તિ પછી નીતિના નિયમોનું બંધન રહેતું નથી ? અહીંયાં બંધન શબ્દ મહત્ત્વનું છે.૧૪ આવા જ્ઞાની પુરુષ કે જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પુરુષ માટે ખરેખર કઈ બંધન રહેતું નથી, એટલું જ નહિ પરંતુ એને માટે નીતિના નિયમે જેવું કંઈ જ રહેતું: 14. ધ્રુવ, આ. બા., આપણો ધર્મ, પા. 343