________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિચારમાં કેટલું તથ્ય છે એની તપાસ તે ધાર્મિકભાવના કેટલી દઢ થયેલી છે તેની જાણકારી પછી જ આપી શકાય. . પરંતુ, જેમ તીર્થસ્થાને માટે બેંધ્યું એમ મંદિર માટે પણ એ કહી શકાય કે મંદિરમાં સ્થાપેલ પ્રભુની પૂજાનું કર્તવ્ય જેમને સોંપવામાં આવ્યું છે એ પૂજારી વર્ગની સંકુચિતતાને લીધે કેટલીક વેળા મંદિર, પ્રેરણાસ્થાન ન રહેતાં માત્ર પૂજારીસ્થાન બની જાય છે. 7. હિંદુ ધર્મશાસ્ત્રોઃ હિંદુધર્મના અતિહાસિક વિકાસની વિચારણા કરતી વખતે આપણે હિંદુધર્મનાં શાસ્ત્રો વિશે સામાન્ય સ્વરૂપની કેટલીક વાતો કરી છે. પરંતુ પ્રત્યેક ધર્મનું શાસ્ત્ર તે ધર્મને પાયા સમાન હોઈ એ અંગેની સામાન્ય રજૂઆત જરૂરી બને છે. હિંદુધર્મના અતિહાસિક સમયની વિસ્તૃત ફલકને હિંદુ ધર્મશાસ્ત્રોનો ખ્યાલ મેળવવા માટે નીચેના ચાર વિભાગોમાં વહેંચી શકાય. ક. વેદ, શ્રુતિ, ઉપનિષદ - ઈસ. પૂર્વે 3000 થી લગભગ ઈ. સ. પૂ. 800 ખ. સ્મૃતિ ઈ. સ. પૂર્વે 800 થી લગભગ ઈ. સ. 600 સુધી ગ. ભાગે ઈ. સ. 600 થી 1300 ઘ. સંતવાણી ઈ. સ. 1200 થી 1800 સામાન્ય રીતે કોઈપણ ધર્મના શાસ્ત્રમાં મહત્ત્વના એવા મૂળભૂત આદેશ અપાયા હોય છે. આ આદેશ આજ્ઞાના સ્વરૂપના હોય છે. પરંતુ એ ઉપરાંત માનવીના વ્યવહારમાં, નૈતિકજીવનના વિકાસમાં અને આધ્યાત્મિક સમૃદ્ધિની પ્રાપ્તિમાં સહાયક એવાં અનેક બોધવચનોને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યું હોય છે. હિંદુધર્મના પ્રત્યેક વર્ગનાં શાસ્ત્રો વિશે થોડી વધુ વિગત મેળવીએ. કવિ, શ્રતિ વગેરે હિંદુધર્મનું મૂળ અથવા પ્રથમ શાસ્ત્ર તરીકે વેદને સ્વીકાર થાય છે. વેદને અર્થ થાય છે જ્ઞાન. એમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ ધર્મ અંગેનું છે. બીજી રીતે એમ કહેવાય કે હિંદુસ્તાનના ઈશાન ખૂણામાંથી આર્યો સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આવ્યા અને સિંધુ નદીને કિનારે રહેઠાણું કર્યું–તે સમયથી