________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 10. ગોદાન : સોળમે વર્ષે (દાઢી-ગુચ્છા સહિત) સર્વ વાળ લેવડાવવાને સંસ્કાર. 12. વિવાહ H સ્વપ્રહે પાછા ફર્યા પછી ગૃહસ્થાશ્રમની તૈયારીરૂપે અગ્નિપરિગ્રહ. એટલે કે અગ્નિની સાક્ષીએ પતિ-પત્ની તરીકે જોડાઈને પવિત્ર જીવન જવવાને સ્વીકાર કરે તે સંસ્કાર. સંસ્કાર તરીકે ઓળખાવાય છે. પરંતુ મહત્ત્વનું એ છે કે આને પણ એક સંસ્કાર તરીકે સ્વીકારી વ્યક્તિને માટે મૃત્યુને ભય દૂર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ આ સંસ્કારથી એ પણ સિદ્ધ થાય છે કે માનવીનું જીવન, જન્મ અને મૃત્યુની ઘટમાળ વચ્ચેના પ્રસંગોમાં જ સમાપ્ત થતું નથી પરંતુ એનું મૃત્યુ એક નવા જીવન પ્રતિ પ્રયાણ કરે છે. છે. તહેવાર-તીર્થયાત્રા : - કાઈપણ ધર્મમાં ધાર્મિક તહેવારોનું સ્થાન અગત્યનું છે. તે તહેવારોને પરિણામે ધર્મમાં એક પ્રકારનું ચેતન જળવાઈ રહે છે. પ્રત્યેક ધર્મમાં આવા અનેક તહેવારોને સમાવેશ થયેલું જ હોય છે. નવરાત્રીને તહેવાર, હોળીને. તહેવાર, દિવાળીનો તહેવાર વગેરે અનેક તહેવારે હિંદુધર્મમાં પણ સમાવિષ્ટ થયેલા છે. કઈક ધાર્મિક પુરુષને જન્મદિન કે મૃત્યુતિથિ પણ તહેવારનું સ્થાન પામે છે. એ જ પ્રમાણે પ્રભુજ્ઞાનની ઝાંખી કે પ્રભુદર્શનને પ્રસંગ પણ તહેવારમાં સ્થાન પામે છે. તહેવારોની ઉજવણી વિવિધ પ્રકારે થાય છે. કેટલાક તહેવારે માત્ર આનંદ જ પ્રસંગે બની રહે છે, જ્યારે બીજા કેટલાક તહેવારો વ્રત પાલન અને આધ્યાત્મિક તૈયારી માટેના હોય એવું બને છે. ઉજવણીની રીતે, અને એ સાથે સંકળાયેલ કથાનકે તથા ધાર્મિક પ્રગતિમાં જે તે તહેવારોનો ફાળો અને ધાર્મિક ચેતનની જાગૃતિમાં એને હિસ્સો એ બાબત મહત્તવની છે. પરંતુ આપણી મર્યાદા બહાર છે. તહેવાર સમાજજીવનનું એક મહત્ત્વનું અંગ બને છે અને આજે તો માત્ર ધાર્મિક પર્વોની ઉજવણી થાય છે એમ જ નહિ પરંતુ અનેક રાષ્ટ્રીય પર્વો પણ ઉત્સવ તરીકે સ્વીકારાયા છે, અને એમની ઉજવણી પણ થાય છે. પર્વના આવા સ્વીકારમાં તથા એના વિસ્તરીકરણમાં એમાં રહેલું મહાત્મય છતું થાય છે.