________________ હિંદુધર્મ જેમ તહેવાર વિશે કહ્યું તેમ તીર્થયાત્રા માટે પણ કહી શકાય. પ્રત્યેક ધર્મમાં એવા કેટલાંક સ્થાનો સ્વીકારવામાં આવ્યાં છે જેને તીર્થનું બિરુદ આપવામાં આવે છે અને એ સ્થાનની યાત્રાને ધાર્મિક કાર્ય તરીકે લેખવામાં આવે છે. તીર્થયાત્રાનાં આવાં સ્થાનો મૂળે તે ધાર્મિક પ્રેરણા આપનારાં હોય છે. એ સ્થાનમાં પ્રવર્તતી શાંતિ અને ત્યાંનું પવિત્ર વાતાવરણ માનવીની આધ્યાત્મિક ચેતનાને બહાર લાવવામાં સહાયભૂત બને છે. પ્રત્યેક તીર્થસ્થાન પાછળ કંઈક ઈતિહાસ રહેલું હોય છે અને સામાન્ય રીતે એ સ્થાનમાં પ્રભુ-પ્રાકટય કે પયગંબરના વાસને કે સંત-મહાત્માના સ્થાનકનો ભાવ હોય છે. કાળાનક્રમે તીર્થસ્થાનોના વાતાવરણમાં અને ત્યાં પ્રવર્તતી પવિત્રતામાં પલટો થ હેય એ અશક્ય નથી. છે. મંદિર અને પૂજારી વર્ગ : ધર્મના એક સંગઠક બળ તરીકે મંદિરનું સ્થાન મહત્વનું છે. સામાન્ય રીતે વ્યક્તિગત પ્રાર્થના પ્રત્યેક માનવી પોતાના સ્થાનમાં જ કરી લે પરંતુ સમૂહગત પ્રાર્થના માટેનું કોઈ સ્થાન હોય તો તે મંદિર છે. શાંતિની ખોજમાં ફરતા માનવીને મંદિર એ મેળવી આપે છે. ચિત્તની એકાગ્રતા માટે જે વાતાવરણની જરૂરિયાત છે એ પણ મંદિરમાં પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંદિરમાં કોઈ ને કઈ ઈષ્ટદેવનું સ્થાપન થયેલું હોય છે તે, તથા મંદિર સાથે સંકળાયેલ અનેક પ્રસંગે અને ઇતિહાસ માનવીને પ્રેરણારૂપ બને છે. ધાર્મિક બોધ માટેનું સ્થાન પણ મંદિર પૂરું પાડે છે. ધર્મને જીવંત રાખવામાં મંદિરને કાળો કેટલું છે એ આમ તો માત્ર કલ્પનાને વિધ્ય છે કારણ કે એ વિશેનું કોઈ શાસ્ત્રીય સંશોધન થયેલું જાણ્યું નથી. પરંતુ, એક નાનામાં નાના ગામમાં પણ પ્રભુમંદિરનું અસ્તિત્વ શું એ વાતની સાક્ષીરૂપ નથી કે માનવજીવનમાં ધર્મભાવના ઓતપ્રોત થયેલી છે? જે ગામમાં પ્રાથમિક શાળા કે દવાખાનું ન હોય તેમાં પણ દેવમંદિરનું અસ્તિત્વ જોવા મળશે. આનો અર્થ એમ નથી કે વ્યક્તિને શિક્ષણની કે સ્વાસ્થની ભૂખ નથી. આનો અર્થ માત્ર એટલે જ થાય કે માનવી પિતાની ધાર્મિક અભિલાષા સંતોષવા માટે વધુ સજાગ અને સક્રિય છે. આ ભાવના ન સમજનાર એવી દલીલ કેટલીક વેળા કરે છે કે મંદિર બાંધવામાં થતો ખર્ચ, વ૫રાત સમય અને શક્તિ માત્ર વેડફાય છે. આ ધર્મ 7 ... ' '