________________ હિંદુધર્મ 99 માંડીને મિથિલાનગરી એટલે પૂર્વમાં બિહાર સુધી જઈ વસવાટ કર્યો એ સમગ્ર -લાંબા ગાળા દરમ્યાન રચાયેલાં પુસ્તકોને વેદ નામ નીચે મૂકવામાં આવે છે. વેદને કેટલીક વેળા શ્રુતિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જે જ્ઞાનની પ્રાપ્તિને ભાગ શ્રવણ છે અને જે જ્ઞાન ઋષિ-મુનિઓએ ઈશ્વર પાસેથી સાંભળ્યું છે તે જ્ઞાન જેમાં સમાવિષ્ટ થયું છે તે શ્રુતિ તરીકે ઓળખાય છે. ચાર પ્રકારના વેદમાં મુખ્યત્વે કરીને પરમાત્માને કરવાની પ્રાર્થના અને યજ્ઞ અંગેના વિચાર રજૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પરમતત્ત્વના સ્વરૂપ વિષેનો વિચાર પણ રજૂ કરવામાં આવેલ છે અને એ બધાની રજૂઆત કસ્તાં પુસ્તકોને સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ તરીકે ઓળખાવાય છે. ખ. સ્મૃતિ: કષિ-મુનિઓએ પરમાત્મા પાસેથી સાંભળેલ જ્ઞાન પિતાની મૃતિમાંથી અન્ય ઋષિઓએ જ્યારે શબ્દબદ્ધ કર્યું અને નવા ગ્રંથો લખ્યા એને રકૃતિ કહેવાય છે. મરણમાંથી રજૂ થયેલ હોઈને સ્મૃતિ તરીકે ઓળખાવાય છે. શ્રુતિની જેમ મૃતિમાં પણ પરમતત્વ અંગેના વિચારો તો રજૂ થયેલા જ છે. પરંતુ તે ઉપરાંત આ સ્મૃતિગ્રંથોમાં રીતરિવાજે વિશે તથા તેના પ્રકાર, નિયમ અને આચરણ વિશે પણ ઘણી બાબતે રજૂ થઈ છે. આવી રીતે તૈયાર થયેલ રકૃતિગ્રંથ ઉપરથી મનુ, યાજ્ઞવલ્કય, ભૂગુ વગેરે ઋષિઓએ મોટા ગ્રંથ તૈયાર કર્યા છે. કેટલાક વિચારકે રામાયણ અને મહાભારત જેવા પુરાણોને પણ સ્મૃતિમાં સમાવેશ કરે છે. મૃતિકાળ દરમ્યાન આર્યો લગભગ સમસ્ત ભારતવર્ષ પર છવાઈ ગયાં હતા ગ. ભાગ્યેઃ વિવિધ ધર્મશાસ્ત્રોમાં રજૂ થયેલ વિચારોમાંથી તારતમ્ય શોધી એમાંથી કંઈક નિષ્કર્ષ મેળવી જે રજૂઆત કરવામાં આવી એને “ભા' કહેવાયા. ભાષ્યકારોમાં મુખ્યત્વે કરીને શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્યને સમાવેશ થાય છે. ઘ, સંતવાણી : શાસ્ત્રો મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં રચાયાં પરંતુ ધર્મનું -હાઈ તે જે તે પ્રાદેશિક ભાષામાં જ વધુ સારી રીતે રજૂ થઈ શકે. આ કાર્ય ભારતદેશના સાધુ-સંતોએ કર્યું છે. એમણે ઈશ્વરના સ્વરૂપ વિશે તેમ જ એને પ્રાપ્ત કરવાના માર્ગો વિશે તથા ધર્મના વિરૂપ અંગે અને વ્યક્તિએ આયરવાના નિયમો વિશેની ધર્મશાસ્ત્રોમાં કરાયેલી રજૂઆતને લોકભોગ્ય વાણીમાં કાવ્યરવરૂપે રજૂ કરી છે. આ કાવ્યો ભજનો તરીકે ગવાયાં છે અને એ રીતે