________________ -94 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ વર્ગના સહજ ગણે છે–શૌર્ય, તાકાત, નિશ્ચિંતતા, અડગતા, કુનેહ, દયા, અને કુશળ વ્યવસ્થા. ગ. વૈશ્ય સમાજના અરસપરસના વ્યવહાર માટેને સેતુ આ વર્ગ પૂરો પાડે છે. આ વર્ગ વેપાર-વાણિજ્ય દ્વારા લક્ષ્મી પ્રાપ્ત કરી રાજ્યને તથા જે વ્યક્તિની સેવા એ સ્વીકારે છે, તેમ જ જેની પાસેથી એ મૂળ વસ્તુ પ્રાપ્ત કરે છે તેને એની વહેંચણી કરે છે. આ વર્ગના મહત્ત્વના ગુણ છે—ખેતી, પશુપાલન, વ્યાપાર, વાણિજ્ય, વેદાભ્યાસ, વેદવ્યવહાર, દયા અને દાન. અહીં એ જોઈ શકાશે કે અર્થોપાર્જનને હિંદુધર્મમાં કદીયે સ્વતંત્ર વ્યાપાર તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. અર્થ એ સાધન છે - સાધ્ય નહીં અને એથી જ વૈશ્ય વેદાભ્યાસ કરવાની અને વેદવ્યવહાર આચરવાની જરૂરત રહે છે. વ્યાપાર પણ ધર્મથી અભિમુખ હોવો જોઈએ નહિ. ગાંધીજીના દ્રવ્ય અને ધર્મ સંબંધના વિચારે આ આધાર પર જ રચાયેલા છે. એમના મતે પણ વ્યાપારવ્યવહાર ધર્માચરણથી વિભિન્ન હોઈ શકે નહિ. ઘ, શૂદ્ર સમાજને આ વર્ગ સેવાને વરેલો વર્ગ છે. સમાજના ઇતર વર્ગોની સેવાનું કાર્ય એમનું છે. એક અર્થમાં પ્રત્યેક વ્યક્તિ શુદ્ર વર્ગની છે. કારણ કે કઈને કોઈ પ્રકારે એ સેવા કરતી જ હોય છે. શદ્ર એટલે હલકા પ્રકારની કામગીરી કરનાર વ્યક્તિ એ માન્યતા ભૂલભરેલી હોવા છતાં ઘણાના મનમાં દઢ થયેલી જોવા મળે છે. આધુનિક સમયમાં આ ખોટી માન્યતા ભૂંસાતી જતી હોય એમ લાગે છે. આ વર્ણના સગુણ છે–પરિશ્રમ, સચ્ચાઈ, આદર, હુકમ પાલન, અનુશાસન, નિયમિતતા, ખંત વગેરે. , સંસ્કાર : માનવમાં રહેલ પદાર્થ અને પશુજીવનની પ્રક્રિયાઓને સુધારી માનવસહજ બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની તૈયારીરૂપે હિંદુધર્મમાં કેટલીક ક્રિયાઓ અસ્તિત્વ ધરાવે છે અને એને સંસ્કાર તરીકે ઓળખાવાય છે. સંસ્કારની શરૂઆત બાળકના ગર્ભાધાનથી શરૂ થઈ તેના મૃત્યુ સુધી તે ચાલે છે. હિંદુધર્મની સંસ્કારભાવના જીવાત્માને સતત બ્રહ્મપ્રાપ્તિના - શ્રેય તરફ લઈ જવાના પ્રયાસરૂપ છે.