________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન કેટલીક વેળા ધર્મ અને મેક્ષ સમાન ગણી ત્રણ જ પુરુષાર્થો ગણવામાં આવે છે, અને એને ચાર પુરુષાર્થને બદલે “ત્રીવર્ગ” તરીકે ઓળખાવવામાં આવે છે. આ ત્રીવર્ગને સ્વીકારની પાછળ એ કારણ હોઈ શકે કે માનવસમાજને બહુ મોટો વર્ગ ગૃહસ્થાશ્રમી હોય છે, અને એ તબક્કે મેક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ સંભવિત નથી. જ. સાધન ચતુષ્ટય : જીવાત્મા બંધનમાંથી મુક્તિ ખરી રીતે તો જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકે. ચિત્તશુદ્ધિ કરવા માટે કર્મયોગ અને ભક્તિયોગ અનુકૂળ છે. પરંતુ અજ્ઞાનમયી અંધકાર તે જ્ઞાનથી જ દૂર કરી શકાય. આથી જીવ-બ્રહ્મલીનતા પ્રાપ્ત કરવાનું, કર્મ કે ભક્તિ અંતિમ સાધન થઈ શકે નહિ. જ્ઞાન એ એવું સાધન છે, પરંતુ આપણે એ બહુ સ્પષ્ટપણે નેંધવું જોઈએ કે અહીંયાં જ્ઞાન એટલે કે બુદ્ધિથી મેળવાયેલ કંઈક એમ નહિ, પરંતુ જેમાં અનુભવને પણ સમાવેશ થાય છે તે. ખરી રીતે તે ઈશ્વરપ્રાપ્તિ માત્ર જ્ઞાનને નહિ, પરંતુ અનુભવને વિષય છે. બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે શંકરાચાર્યે બ્રહ્મજ્ઞાનના અધિકાર માટે ચાર સાધનને ઉલ્લેખ કર્યો છે. ક. વિવેક નિત્ય અને અનિત્યને વિવેક એ બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. બ્રહ્મ અને એના નિજ સ્વરૂપને આત્મા એ નિત્ય પદાર્થ છે, અને જે ક્ષણભંગુર છે, અને એથી જે અનિત્ય છે એને ભેદ સમજ્યા વિના બ્રહ્મજ્ઞાનની ઝાંખી શી રીતે થઈ શકે ? ખ. વૈરાગ્ય : આસક્તિને અભાવ એ વૈરાગ્ય. સૃષ્ટિની વસ્તુઓ કે વ્યક્તિઓ માટે અનાસક્તિભરી વૃત્તિ એ જ વૈરાગ્યવૃત્તિ. જ્યાં સુધી કામના હોય ત્યાં સુધી વૈરાગ્ય સંભવી શકતા નથી. ગ, સાધનસંપત : બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે છ સાધનની પ્રાપ્તિ જરૂરી મનાય છે. સાધનસંપતમાં આ છ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ઘ, મુમુક્ષત્વ : કામનાનો ત્યાગ કરવા છતાં મોક્ષપ્રાપ્તિની ઇચ્છા વિના બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. 2. વર્ણવ્યવસ્થા હિંદુધર્મે આપેલ વર્ણવ્યવસ્થા હિંદુધર્મનું વિશિષ્ટ પ્રદાન છે. જીવનના ચાર મહત્ત્વનાં મૂલ્યોને સિદ્ધ કરવાને માટે માનવીએ જે નૈતિક આચારસંહિતાનું પાલન કરવાનું છે તે આ વ્યવહારમાં સુગમ બને એમ છે.