________________ હિંદુધર્મ ખ. અર્થ : અર્થ એટલે લક્ષ્મી, પૈસે, દ્રવ્ય. દ્રવ્ય-પ્રાપ્તિને મનુષ્યનો પ્રયાસ રહે છે. કારણ કે તે સાધન દ્વારા મનુષ્યને અન્ય વિવિધ પ્રાપ્તિ મળી શકે છે. દ્રવ્ય માત્ર વ્યવહારનું સાધન રહ્યું ત્યાં સુધી તે પુરુષાર્થ વાજબી રહ્યો, પરંતુ દ્રવ્યને ઉપ ગ એક કરતાં વધુ રીતે થવા માંડ્યો 13 તેમ તેમ અર્થ સાધન મટી સાધ્ય બનવા માંડયું. આમ દ્રવ્યને પરિગ્રહ પણ એના એક કર્તવ્ય તરીકે સ્વીકારાયે. ત્યારે અર્થ સાધનને બદલે સાધ્ય તરીકે સવિશેષ જોવાવા માંડયો. ગ, ધર્મ ધર્મ એટલે જે ધારણ કરે છે, અને એથી જે કંઈક, અથવા જેના વડે સમાજનું ધારણ થાય છે એને રવીકાર કરી એનું પાલન કરવું તે પુરુષાર્થને ધર્મ તરીકે ઓળખાવાયો. આ પુરુષાર્થ અનુસાર શાસ્ત્રાજ્ઞાનું પાલન, તેમ જ શાસ્ત્રોમાં અપાયેલા આદેશે અને નિયમોનું પાલન કરવું તે ધર્મના પુરુષાર્થ તરીકે સ્વીકારાયું. કદાચિત આથી જ ધર્મના બાહ્ય સ્વરૂપને વધુ મહત્વ મળ્યું અને ધર્મ આંતરિક ચેતનાની સજાગતાને વિષય ન રહેતા બાહ્યાચારને વિષય રહ્યો. પરંતુ પુરુષાર્થના અર્થમાં ધર્મને વિચાર કરીએ ત્યારે એ બહુ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે ધર્મ એટલે સમાજમાં પોતાના સ્થાન અનુસારનું કર્તવ્યપાલન. આ અર્થમાં ધર્મને પુરુષાર્થ કેટલું મહત્ત્વનો બની રહે છે એને ખ્યાલ આવશે. ઘ, મોક્ષ : મોક્ષ એટલે મુક્તિ. આપણે આગળ જોયું કે હિંદુધર્મનું ધ્યેય જીવાત્માની મુક્તિ પ્રાપ્તિનું છે. જીવાત્માને અનેક પ્રકારના બંધન છે. આમાં મુખ્યત્વે અજ્ઞાન, પાપ, દુઃખ તેમ જ પિતાના શરીરનું બંધન છે. આ બધાં બંધનોમાંથી મુક્ત થવું તે મોક્ષ. મેક્ષના પાંચ ભેદ સ્વીકારાયા છે. એક, સાકય : પરમાત્માને પામવું. બે, સારુષ : પરમાત્મા જેવા રૂપના થવું. ત્રણ, સાષ્ટN : એની સમાન શક્તિવાળા થવું. ચાર, સાયુજ્ય : એની સાથે મળી જવું. પાંચ, કેવલ્ય : જીવ-બ્રહ્મ તાદાભ્ય પામવું. આમ, સર્વ પુરુષાર્થોમાં મોક્ષ સર્વથી શ્રેષ્ઠ છે. 13. Money is a matter of function four, a medium, a measure, a standard, a store.