________________ હિંદુધર્મ 89 માગ, દુન્યવી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ આત્મધ્યાન અને પ્રભુસ્મરણમાં મન પરવી, જનહિતાર્થે જીવવાનો પ્રયાસ, તે વાનપ્રસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમમાં શીખેલા ધર્માનુભવના પાઠ પ્રત્યક્ષ કરવાનો અવસર અહીં પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમના નતિકજીવનની કેડીની ઉપલી ધાર્મિક જીવનની કેડીનું જીવન અહીંયાં જીવાય છે. આ આશ્રમના અગત્યનાં કાર્યો છે–યજ્ઞ કરવો, વેદાભ્યાસ, પવિત્રતા અને સમાનતાભર્યું જીવન, અપરિગ્રહ તથા સર્વ પ્રાણીઓ માટે પ્રેમ અને દયા. ઘ, સંન્યાસાશ્રમ : માનવજીવનનું ઉચ્ચતર સ્તર તે સંન્યાસાશ્રમ આ તબકે જીવાત્મા હકીક્તમાં દુન્યવી સર્વસ્વ ત્યાગ કરે છે, યજ્ઞ-યાગાદિ વિધિને પણ ત્યાગ કરે છે, અને આત્મા–પરમાત્માના સંબંધ ઉપર મનન કરતો રહી પ્રભુપ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ રહે છે. દુન્યવી બંધનમાંથી મુક્તિ મેળવી, મનની એકાગ્રતા અને સામ્યવસ્થા મેળવી એ ઈશ્વરપ્રાપ્તિના માર્ગે આગળ વધવામાં પિતાના અંતર્યામી સાથે એકરૂપ થઈ એકાંકીજીવન વ્યક્ત કરવાનું પસંદ કરે છે. જીવનની વ્યવસ્થાના પ્રકાર તરીકે આશ્રમ વ્યવસ્થા વિશે એ નેંધવું જોઈએ કે એકેય આશ્રમ બીજાથી સંપૂર્ણ પણે સ્વતંત્ર અને અલાયદો ( Exclusive) નથી. માનવજીવનકાળના આવા વિભાગે પશ્ચિમની વિચારધારામાં પણ પ્રાપ્ત છે. એ અંગેને ખ્યાલ આ સાથે આપેલા છેઠા 12 પરથી આવશે. , પુરુષાર્થ : મનુષ્યજીવનનું લક્ષ્ય શું ? જીવનમાં શું પ્રાપ્ત કરવાની માનવીની જિજ્ઞાસા રહે છે ? હિંદુધર્મ અનુસાર આવા ચાર લક્ષ્યાંકે સ્વીકારવામાં આવ્યા છે અને એને પુરુષાર્થ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ ચાર પુરુષાર્થ છે. કામ, અર્થ, ધર્મ - અને મોક્ષ. ક, કામ : કામ એટલે ઈચ્છા. જીવનના પ્રત્યેક તબકકે કોઈને કોઈ કામના અથવા ઈછા મનુષ્યને કાર્યવંત કરી, એના જીવનને ગતિ આપે છે. નિષ્કામ કર્તવ્ય આદર્શ હોવાં છતાં વ્યવહારમાં સકામ કર્તવ્ય થતું રહે છે. વિકસિત કક્ષાએ જ નિષ્કામ કર્મ સંભવિત છે. 12. લાઈફગ એજયુકેશન, ધી કમ્યુનીટી લાઈફ, 197ii, પા. ૧૪ર (જુઓ પાન 90).